સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ હરભજન સિંહે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલ, પૂજારા વિશે કહી આ મોટી વાત

પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ભારતને એક ઇનિંગ અને 32 રનથી હરાવ્યું

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ હરભજન સિંહે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલ, પૂજારા વિશે કહી આ મોટી વાત 1 - image
Image:File Photo

Harbhajan Singh Statement After IND vs SA 1st Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહનું નિવેદન સામે આવ્યું છે. હરભજન સિંહનું માનવું છે કે ભારતે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા અનુભવી ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સામેલ ન કરીને સૌથી મોટી ભૂલ કરી છે.

'પૂજારાએ કોહલી જેટલું યોગદાન આપ્યું છે'

હરભજનનું માનવું છે કે ભારતીય ટીમે પૂજારાને કોઈ યોગ્ય કારણ વગર બહાર કર્યું છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે હાલમાં ભારત પાસે રેડ બોલ ક્રિકેટમાં પૂજારાથી સારો કોઈ બેટ્સમેન નથી. હરભજને તેના યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'અજિંક્ય રહાણેની પસંદગી કરવામાં આવી ન હતી અને ચેતેશ્વર પૂજારાને કોઈપણ કારણ વગર બહાર કરવામાં આવ્યો હતો. આ બે એવા ખેલાડીઓ છે જેમણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે. જો તમે ભૂતકાળના રેકોર્ડ પર નજર નાખો તો પૂજારાએ કોહલી જેટલું યોગદાન આપ્યું છે. મને સમજાતું નથી કે પૂજારાને કેમ પડતો મૂકવામાં આવ્યો? અમારી પાસે હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાથી સારો બેટ્સમેન નથી. તેના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ જીતી છે.'

રાહુલના કારણે ભારત 245 રનના સ્કોર સુધી પહોંચ્યું

સેન્ચુરિયનમાં મળેલી હાર વિશે હરભજને કહ્યું કે ભારતીય ટીમની હાર પ્રથમ ઇનિંગમાં તેમની પરફોર્મન્સ પછી જ નક્કી થઇ ગઈ હતી. તેણે વધુમાં કહ્યું, 'ભારત ત્રણ દિવસમાં એક ક્ષણ માટે પણ રમતમાં જોવા મળ્યું ન હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 245 રન બનાવ્યા હતા અને તે પણ કે.એલ રાહુલના કારણે. તેણે શાનદાર ઇનિંગ રમી જેના કારણે ભારતનો સ્કોર 245 રન પર પહોંચી ગયો. ભારત બીજી ઇનિંગમાં માત્ર 131 રન બનાવી શક્યું અને જો તમે વિરાટ કોહલીના યોગદાનને હટાવી દો તો તે વધુ મુશ્કેલ બની જશે. મેચનો નિર્ણય પ્રથમ ઇનિંગમાં ભારતના પ્રદર્શન બાદ થઇ ગયો હતો.'

સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ હરભજન સિંહે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલ, પૂજારા વિશે કહી આ મોટી વાત 2 - image


Google NewsGoogle News