Get The App

ભારતીય બોલરોની હરકત પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું - 'આ તો મારી સમજ બહારની વાત...'

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
ભારતીય બોલરોની હરકત પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું - 'આ તો મારી સમજ બહારની વાત...' 1 - image

IND Vs AUS : એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ પિંક બોલથી રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમની બોલિંગની પૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે ભારે ટીકા કરી હતી. હરભજનનું માનવું છે કે, લાઇટમાં સીમ મૂવમેન્ટ મળવા છતાં પણ ભારતીય ટીમ બોલનો સારો ઉપયોગ કરી શકી નહીં. હરભજનની ઇચ્છા હતી કે ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયા સામે વધુ બોલિંગ કરે, પરંતુ એવું કશું થયું નહીં. અહીં તમને જણાવી દઈએ કે, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 180 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 5 વિકેટ ગુમાવી 215 રન બનાવી લીધા છે.

ભારતીય બોલરોએ કરી આ ભૂલ! 

એક ઇન્ટરવ્યુમાં જ્યારે હરભજન સિંહને પૂછવામાં આવ્યું કે, 'ભારતને ફ્લડલાઇટમાં બોલિંગ કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ મળી હતી, પરંતુ તેમ છતાં ભારતીય ટીમના બોલરો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. તેના જવાબમાં હરભજન સિંહે કહ્યું, 'ભારતે ઓસ્ટ્રેલિયા સામે વધુ બોલ ફેંક્યા ન હતા. આ મારી સમજની બહાર છે. ઓસ્ટ્રેલિયાએ શરુઆતમાં આ જ ભૂલ કરી હતી. તેમણે પણ બેટરોને બોલ રમવા દીધા ન હતા. ભારતે સતત વિકેટ ગુમાવી હતી. બેટરો બાઉન્સ બોલિંગના કારણે આઉટ થઈ ગયા હતા. મને લાગે છે કે ભારતીય બોલરો આનાથી પણ વધુ સારી બોલિંગ કરી શકે તેમ હતા.'

બોલરોને બોલિંગ કરવાની તક કેમ ન આપી

હરભજનએ વધુમાં કહ્યું કે, 'છઠ્ઠા કે સાતમા સ્ટમ્પ પર ઘણાં બધા બોલ ફેંકવામાં આવ્યા હતા. તેમને ડ્રાઇવિંગ લેન્થ બોલ રમવાની તક જ આપવામાં આવી ન હતી. ત્રણ સ્લિપ રાખવામાં આવી હતી. પરંતુ તમને તેનો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે સંપૂર્ણ ફૂલ લેન્થ અને સ્ટમ્પ પર બોલિંગ કરતા હોવ. અને સ્ટમ્પ પર જ્યારે લાઇટની નીચે એટલી બધી સીમ મુવમેન્ટ(વધારે ઉછાળ) હતી, ત્યારે તમે બોલરોને બોલિંગ કરવાની તક કેમ ન આપી.'

આ પણ વાંચો : IND vs AUS: ચાલુ મેચમાં બત્તી ગુલ! સ્ટેડિયમમાં છવાયું અંધારું, ગુસ્સે ભરાયો હર્ષિત રાણા

અશ્વિન પાસે બોલિંગ કરાવવી જોઈએ

પૂર્વ સ્પિનરે બીજા દિવસે ભારતીય ટીમને એક સૂચન આપ્યું કહ્યું કે, '8-10 ઓવર પછી ભારતે આર અશ્વિન પાસે બોલિંગ કરાવવી જોઈએ. તેમણે ફેરફારો કરવા માટે વધુ સમય લેવો જોઈએ નહીં. મને લાગે છે કે ચાર ઓવરના ટૂંકા સ્પેલ આપવા જોઈએ. દિવસ દરમિયાન ઝડપી બોલિંગ કેટલી અસરકારક રહેશે તે કાલે ખબર પડશે.'

ભારતીય બોલરોની હરકત પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું - 'આ તો મારી સમજ બહારની વાત...' 2 - image


Google NewsGoogle News