લોહી કાઢ્યું, વાળ કાપ્યા, આખી રાત જોગિંગ-સાઇકલિંગ કર્યું... અને પછી બેહોશ થઈ ગઈ વિનેશ ફોગાટ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat Disqualified from Paris Olympics 2024
Image : IANS

Vinesh Phogat Disqualified: પેરિસ ઓલિમ્પિકમાંથી આજે એક એવા સમાચાર આવ્યા કે કરોડો ભારતીયની ઉમ્મીદ તૂટી ગઈ છે. જેની પાસેથી મેડલની આશા હતી તે  ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઇનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. કોઈએ ભાગ્યેજ વિચાર્યું હશે કે ભારતીય સ્ટાર રેસલરની સફર આ રીતે સમાપ્ત થશે. વિનેશનું વજન નિર્ધારિત માપદંડ કરતા લગભગ 100 ગ્રામ જેટલુ વધુ હતું જેના કારણે તેને ફાઈનલ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ફાઈનલ પહેલા વિનેશે વજન ઉતારવા ઘણા પ્રયત્નો અને આકરી મહેનત કરી હતી.

કોચ અને સહાયક સ્ટાફે શ્કય તેટલા પ્રયાસ કર્યા

ભારતીય રેસલર વિનેશ ફોગાટની સાથે દેશવાસીઓને પણ મંગળવારે (06 ઓગસ્ટ) ગોલ્ડ મેડલની ઉમ્મીદ હતી. જો કે આજે (07 ઓગસ્ટ) વિનેશ અયોગ્ય જાહેર થતાં આશા પર પાણી ફરી વળ્યું હતું. વિનેશ ફાઈનલ મેચ પહેલા જ નિર્ધારિત માપદંડ કરતા 100 ગ્રામ વધુ વજન હોવાથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મંગળવાર રાત્રે ફોગાટનું વજન માપદંડ કરતા 2 કિલોગ્રામ વધી ગયું હતું. જોકે વધી ગયેલુ વજન ઘટાડવા માટે વિનેશે શક્ય તેટલા પ્રયત્ન કર્યા હતા. તે આખી રાત સુતી ન હતી. વિનેશનું વજન ઘટાડવા કોચ અને સહાયક સ્ટાફે શક્ય તેટલું બધું જ કર્યું હતું.

Vinesh Phogat Disqualified from Paris Olympics 2024

વિનેશે આખી રાત સાઈકલિંગ-જોગિંગ કર્યું

વિનેશના વાળ કાપવામાં આવ્યા હતા અને તેનું લોહી પણ કાઢવામાં આવ્યું હતું. એટલુ જ નહીં તેણે આખી રાત સાઈકલિંગ અને જોગિંગ કર્યું હતું. જેથી તેનું વજન ઓછું થઈ શકે. જોકે આ તમામ પ્રયાસો પછી પણ તેનું વજન નિર્ધારિત માપદંડ કરતા 100 ગ્રામ વધુ હતું તેથી વિનેશને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહે જણાવ્યું કે, 'વિનેશને ડિહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.' એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છેકે ભારતીય ટીમે થોડો વધુ સમય માંગ્યો હતો જેથી વિનેશનું 100 ગ્રામ વજન ઓછું કરી શકે, પરંતુ તેમની વિનંતીને નકારી કઢાઈ હતી.

આ પણ વાંચો: વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થતા હોબાળો, જુઓ રાજકારણના દિગ્ગજોની પ્રતિક્રિયા

વિનેશને કોઈ મેડલ મળશે નહીં

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર જો કોઈ એથ્લીટ વજનના માપદંડમાં ભાગ નથી લેતો અથવા તેમા અયોગ્ય સાબિત થાય છે તો સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવે છે. તેમજ રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકવામાં આવે છે. એટલે વિનશને આ ઓલિમ્પિકમાં કોઈ મેડલ મળશે નહીં. જોકે  ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA) વિનેશને અયોગ્ય જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: 'વાળ જ કપાવી નાખ્યા હોત તો..', વિનેશ ડિસ્ક્વૉલિફાઈ થતાં સસરાની પ્રતિક્રિયા

લોહી કાઢ્યું, વાળ કાપ્યા, આખી રાત જોગિંગ-સાઇકલિંગ કર્યું... અને પછી બેહોશ થઈ ગઈ વિનેશ ફોગાટ 3 - image


Google NewsGoogle News