'મારી જીભ લપસી ગઈ...' ઐશ્વર્યા રાય પર વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાની ક્રિકેટરે માફી માગવી પડી
અબ્દુલ રઝાકના આ નિવેદન પર તેમના દેશના પૂર્વ ખેલાડીઓએ પણ તેમની ટીકા કરી
Abdul Razzaq On Controversial : ગઈકાલે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાયનું નામ લઈ એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ તેમનું આ નિવેદન ઝડપથી વાયરલ થયું અને ભારતીય ચાહકો તેમના પર ખૂબ ગુસ્સે થયા હતા. આ અંગે હવે પોતાના નિવેદનથી શરમાયેલા રઝાકે માફી માંગી છે. રઝાકે માફી માંગતા કહ્યું કે તેમની જીભ લપસી ગઈ હતી, તેનો આવું બોલવા પાછળ કોઈ ઈરાદો નહોતો. અબ્દુલ રઝાકના આ નિવેદન પર તેમના દેશના પૂર્વ ખેલાડીઓએ પણ તેમની ટીકા કરી હતી.
વિવાદિત નિવેદન બાદ અબ્દુલ રઝાકે માંગી માફી
ઐશ્વર્યા રાયને લઈને ખરાબ ટિપ્પણી બદલ માફી માંગતી વખતે અબ્દુલ રઝાકે કહ્યું, 'ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ક્રિકેટની વાત થઈ હતી. આ દરમિયાન મારી જીભ લપસી ગઈ અને હું બીજું કોઈ ઉદાહરણ આપવા માંગતો હતો, પરંતુ મારા મોઢામાંથી ઐશ્વર્યાજીનું નામ નીકળી ગયું. હું માફી માંગુ છું અને મારો એવો કોઈ ઈરાદો નહોતો. હું બીજું કોઈ ઉદાહરણ આપવા માંગતો હતો પણ તેમનું નામ નીકળી ગયું. આ મામલે હું માફી માંગુ છું.
અબ્દુલ રઝાકે શું કરી હતી ટિપ્પણી
રઝાકે કહ્યું હતું કે, ‘હું અહીં PCBના ઈરાદા વિશે વાત કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે મારા કેપ્ટન યુનિસ ખાનનો ઈરાદો સારો છે. મેં તેમની પાસેથી આત્મવિશ્વાસ અને હિંમત શીખી અને હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો. ત્યારબાદ તેમણે કહ્યું કે,ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવાથી ક્યારેય સદાચારી અને ગુણવાન બાળકને જન્મ નહીં મળે. PCBની હાલત પણ આવી જ છે. તેથી, પ્રથમ તમારે તમારા ઇરાદાને યોગ્ય રીતે સેટ કરવાની જરૂર છે.આ દરમિયાન શાહિદ આફ્રિદી અને અન્ય ખેલાડીઓ સ્ટેજ પર હાજર હતા.