'ટીમમાં વાપસી બાદ ગુજ્જુ બોલર વધુ ઘાતક બન્યો...', સીરિઝ પહેલા કીવીના સુકાનીનું મોટું નિવેદન
Image: Facebook
Tim Southee Statement for Jasprit Bumrah: ન્યૂઝીલેન્ડની ટીમે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતમાં એક મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તે બાદ મેજબાન ટીમ 16 ઓક્ટોબરથી ભારતીય ટીમ વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. કીવી ટેસ્ટ ટીમનો કેપ્ટન ટિમ સાઉથી ભારત આવી ચૂક્યો છે તેણે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ઝડપી બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યાં. સાઉથીએ કહ્યું કે ઈજા બાદ જ્યારથી બુમરાહે વાપસી કરી છે તે વધુ જોખમી બોલર બની ગયો છે. કોઈ પણ માટે પીઠની ઈજાથી ઉભર્યાં બાદ આ પ્રકારની વાપસી કરવી બિલકુલ પણ સરળ કાર્ય નથી.
બુમરાહ વર્તમાન સમયમાં ત્રણેય ફોર્મેટનો સૌથી શાનદાર બોલર
વર્ષ 2022 સપ્ટેમ્બર મહિનામાં જસપ્રીત બુમરાહ બેક ઈજાના કારણે લગભઘ એક વર્ષ માટે મેદાનથી બહાર થઈ ગયો હતો. બુમરાહે સંપૂર્ણરીતે ફિટ થયા બાદ ઓગસ્ટ 2023માં આયર્લેન્ડના પ્રવાસ પર થયેલી ટી20 સિરીઝ દ્વારા વાપસી કરી હતી. તે બાદથી અત્યાર સુધી બુમરાહનું ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જેને લઈને ટિમ સાઉથીએ કહ્યું કે મોટી ઈજાથી બહાર આવીને વાપસી કરવી બિલકુલ સરળ કાર્ય નથી. બુમરાહ હવે પહેલા કરતાં પણ વધુ શ્રેષ્ઠ થઈ ગયો છે. આ સિવાય ત્રણેય ફોર્મેટમાં રમવું કોઈ પણ બોલર માટે સરળ કાર્ય નથી, પરંતુ તે આને ખૂબ જ સરળતાથી કરતો જોવા મળી રહ્યો છે. તેની પાછળ સૌથી મોટું કારણ તેનો પહેલાં કરતાં વધુ અનુભવ પ્રાપ્ત કરવાનું પણ હોઈ શકે છે.
બુમરાહ પોતાની રમતને સારી રીતે સમજે છે
ટિમ સાઉથીએ જસપ્રીત બુમરાહના વખાણ કરતાં કહ્યું કે મને એવું લાગે છે કે તે પોતાની રમતને શ્રેષ્ઠ સમજે છે, આ કારણથી હવે તે વધુ જોખમી બોલર તરીકે જોવા મળે છે. ભારતીય ટીમને બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સિરીઝ રમ્યા બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સિરીઝ ઘરે જ રમવાની છે, જેની શરૂઆત 16 ઓક્ટોબરથી બેંગ્લુરુ ટેસ્ટ મેચની સાથે થશે તો બીજી મેચ 24 ઓક્ટોબરથી પૂણે જ્યારે સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ એક નવેમ્બરથી મુંબઈમાં રમવામાં આવશે.