6 વિકેટ ઝડપતાં જ ગુજ્જુ ઓલરાઉન્ડર બનાવશે રેકોર્ડ, કપિલદેવ-અશ્વિનની 'ડબલ' ક્લબમાં કરશે એન્ટ્રી
Ravindra Jadeja : 19 સપ્ટેમ્બરથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ ચેન્નાઈ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું રમવાનું નક્કી મનાઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તે એક અનોખો રેકોર્ડ બનાવનાર ત્રીજો ભારતીય બની જશે.
હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ અને 3000 રન બનાવનાર બે ભારતીય ક્રિકેટરો રવિચંદ્રન અશ્વિન અને કપિલ દેવ છે. જાડેજાએ અત્યાર સુધીમાં 72 ટેસ્ટ મેચમાં 294 વિકેટ લીધી છે. અને 3,036 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 20 અડધી સદી સામેલ છે. જ્યારે 38 વર્ષીય રવિચંદ્રન અશ્વિને 100 ટેસ્ટ મેચમાં 516 ઝડપી છે. અશ્વિને પણ બેટિંગ કરતા 3309 રન બનાવ્યા છે, જેમાં 5 સદીનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવ 131 ટેસ્ટ મેચમાં તેમણે 434 વિકેટો ઝડપી હતી. આ સિવાય તેમણે 5248 રન પણ બનાવ્યા હતા. તેથી હવે જોવાનું રહેશે કે જાડેજા ક્યારે અને કયા દિવસે ચેન્નાઈ ટેસ્ટમાં 6 વિકેટ ઝડપીને 300 વિકેટની આ અનોખી સિદ્ધિ પૂરી કરશે કે પછી તેણે આગામી ટેસ્ટ મેચની રાહ જોવી પડશે.