Get The App

IPL 2025 મેગા ઓક્શનમાં આ બે ખેલાડીઓ પર હશે ગુજરાત ટાઈટન્સની નજર, કરોડોની બોલી લગાવવા પણ તૈયાર!

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
IPL 2025 મેગા ઓક્શનમાં આ બે ખેલાડીઓ પર હશે ગુજરાત ટાઈટન્સની નજર, કરોડોની બોલી લગાવવા પણ તૈયાર! 1 - image


IPL 2025, Gujarat Titans : ગુજરાત ટાઇટન્સે આગામી IPL 2025 માટે કુલ પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ગુજરાતે શુભમન ગિલ અને રાશિદ ખાન સહિત આ 5 ખેલાડીઓ પર 51 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  તેથી હવે મેગા ઓક્શન માટે બાકી રહેલી ટીમ માટે 61 કરોડ રૂપિયામાંની અંદર પૈસા ખર્ચવા પડશે. હવે મેગા ઓકશન પહેલા ગુજરાતના મુખ્ય કોચ આશિષ નેહરાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

મોહમ્મદ શમી અને ઉમરાન મલિક

એક અહેવાલ અનુસાર, આશિષ નેહરાને ઝડપી બોલર ઉમરાન મલિક અને મોહમ્મદ શમી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. વર્ષ 2023 પછી શમી IPLમાં રમ્યો નથી. બીજી તરફ ઉમરાન મલિકે પણ IPL 2024માં માત્ર એક જ મેચ રમી શક્યો હતો. કારણ કે ઈજાગ્રસ્ત થવાના  કારણે તેને બાકીની સિઝન છોડી દેવી પડી હતી. અહીં તમને જણાવી દઈએ કે ગુજરાતની રિટેન્શન યાદીમાં એક પણ ઝડપી બોલર નથી. તેથી ટીમને ઝડપી બોલરની ખૂબ જરૂર છે.

ખેલાડીઓની IPL કારકિર્દી

મોહમ્મદ શમીના IPL કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર સુધી તેણે 110 મેચમાં 127 વિકેટ ઝડપી હતી. બીજી તરફ ઉમરાન મલિકે અત્યાર સુધી 26 IPL મેચમાં 27 વિકેટ ઝડપી હતી. તેણે 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરવા માટે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. છેલ્લી સિઝનની વાત કરીએ તો, ગુજરાતની ટીમમાં મોહિત શર્મા, ઉમેશ યાદવ, જોશુઆ લિટલ અને કાર્તિક ત્યાગી સહિતના ઘણાં પ્રખ્યાત અને પ્રતિભાશાળી ઝડપી બોલરો હતા. પરંતુ ગુજરાતે તેમાંથી કોઈને પણ આગામી સિઝન માટે રિટેન રાખ્યા નથી.

આ પણ વાંચો : તમારે ભારતથી શું લેવા-દેવા?, મને રોહિત-વિરાટ પર પૂરો ભરોસો: ગંભીરનો રિકી પોન્ટિંગને જડબાતોડ જવાબ

10 ટીમોએ કુલ 46 ખેલાડીઓને રિટેન કર્યા

IPL 2025 મેગા ઓક્શન પહેલા બધી 10 ટીમોએ કુલ 46 ખેલાડીઓને રિટેન કર્યા છે. જો માત્ર પેસ બોલરો અને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર ખેલાડીઓને એકસાથે જોવામાં આવે તો આવા 46 ખેલાડીઓમાંથી 12ને રિટેન રાખવામાં આવ્યા છે. જેમાં જસપ્રિત બુમરાહ અને મયંક યાદવથી લઈને હાર્દિક પંડ્યા અને નીતિશ રેડ્ડી સુધીના નામનો સમાવેશ થાય છે. જેમનો ટીમ ઝડપી બોલિંગમાં વિકલ્પો તરીકે ઉપયોગ કરી શકે છે.  

IPL 2025 મેગા ઓક્શનમાં આ બે ખેલાડીઓ પર હશે ગુજરાત ટાઈટન્સની નજર, કરોડોની બોલી લગાવવા પણ તૈયાર! 2 - image


Google NewsGoogle News