Get The App

IPL 2024 : આજે ગુજરાત અને હૈદરાબાદ બીજી જીત માટે ઉતરશે મેદાનમાં, અમદાવાદમાં થશે ટક્કર

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
IPL 2024 : આજે ગુજરાત અને હૈદરાબાદ બીજી જીત માટે ઉતરશે મેદાનમાં, અમદાવાદમાં થશે ટક્કર 1 - image


GT vs SRH : IPL 2024માં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થવાની છે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. હાલ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે GTને

સનરાઇઝર્સે તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. સનરાઇઝર્સ ગુજરાત માટે ખતરો બની શકે છે, પરંતુ આ મેચમાં ફરી એકવાર નજર ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ પર રહેશે, જે ટીમના હોમ ગ્રાઉન્ડ પર જોરદાર બેટિંગ કરે છે. ગુજરાતે મુંબઈ સામેની જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ અગાઉની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સામે સનરાઈઝર્સનું પ્રદર્શન જોતા એવું લાગે છે કે, ટીમ ગુજરાત સામેના પ્લેઈંગ-11માં કોઈપણ પ્રકારની છેડછાડથી બચવા ઈચ્છશે, જ્યારે ગુજરાતની ટીમના બોલિંગ વિભાગમાં નાના ફેરફારો થઈ શકે છે. ગુજરાતને ટીમના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે જેણે ઘણી મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતની ટીમ રાશિદ પર ઘણી નિર્ભર છે અને ઘણી વખત તેનું પ્રદર્શન ટીમની જીત કે હાર નક્કી કરે છે.

CSK સામે GTનો બેટિંગ ઓર્ડર ખોરવાઈ ગયો હતો

છેલ્લી મેચમાં CSK સામેના મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે ગુજરાતનો બેટિંગ ઓર્ડર ખોરવાઈ ગયો હતો અને સાઈ સુદર્શન સિવાય ટીમનો કોઈ બેટર 30થી વધુ રન બનાવી શક્યો ન હતો. સુદર્શન અને વિજય શંકરે આ દરમિયાન ધીમી બેટિંગ કરી હતી, જ્યારે ગિલની ઈનિંગ્સની ફરી ટીકા થઈ રહી છે કારણ કે તે આ સિઝનમાં બે ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નથી. આ ઉપરાંત ડેવિડ મિલર પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે અને મિડલ ઓવરમાં તેની બેટિંગ ઘણી ધીમી રહી છે.

ક્લાસેને ફટકાર્યા 15 છગ્ગા

સનરાઇઝર્સ હૈદરાબાદનો બેટર હેનરિક ક્લાસેન આ સિઝનમાં પોતાની બેટિંગથી ઘણો પ્રભાવ પાડી રહ્યો છે. તેણે બંને મેચમાં ટીમ માટે સારી ઇનિંગ રમી હતી અને અત્યાર સુધીમાં 15 છગ્ગા ફટકાર્યા છે. આ વર્ષે ક્લાસને T20 ફોર્મેટમાં કુલ 53 છગ્ગા ફટકાર્યા છે, જે સૌથી વધુ છે. 

હેડ અને અભિષેક પર રહેશે નજર

ટ્રેવિસ હેડે IPLમાં ડેબ્યુ કરતા છેલ્લી મેચમાં તેણે 18 બોલમાં સનરાઇઝર્સ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. જો કે અનકેપ્ડ ભારતીય બેટર અભિષેક શર્મા પણ પાછળ રહ્યો ન હતો, તેણે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને તે જ મેચમાં હેડને પાછળ છોડી દીધો હતો. વર્ષ 2018માં ડેબ્યુ કરનાર અભિષેકે વર્ષ 2021ની સિઝન સુધી 127.1ના સ્ટ્રાઇક રેટથી માત્ર 178 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી બે સિઝનમાં તેની બેટિંગમાં ઘણો સુધારો થયો છે. અભિષેકે IPL 2022માં 14 ઇનિંગ્સમાં 426 રન બનાવ્યા હતા, જ્યારે IPL 2023માં તે 11 ઇનિંગ્સમાં માત્ર 226 રન જ બનાવી શક્યો હતો. વર્તમાન સિઝનમાં અભિષેકે બે મેચમાં 95 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 226.2 રહ્યો છે. 

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

ગુજરાત ટાઈટન્સ

શુભમન ગિલ (C), રિદ્ધિમાન શાહ (wkt), અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, ઉમેશ યાદવ, મોહિત શર્મા, સ્પેન્સર જોનસન

સનરાઈઝર્સ હૈદરાબાદ

પેટ કમિન્સ (C), મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (wkt), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ

IPL 2024 : આજે ગુજરાત અને હૈદરાબાદ બીજી જીત માટે ઉતરશે મેદાનમાં, અમદાવાદમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News