ગુજરાત ટાઈટન્સનો ઈંગ્લિશ ઓપનર જેસન રોય આઇપીએલમાં નહીં રમે
- બાયો-બબલના થાકને કારણે લીધેલો નિર્ણય
- ગુજરાતે હવે નવા ઓપનરની તલાશ કરવી પડશે
લંડન, તા.૧
આઇપીએલની
ગુજરાત ટાઈટન્સ ટીમમાં સામેલ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે અચાનક જ ખસી જવાનો નિર્ણય
કર્યોછેે. રોયના આ નિર્ણય અંગે ગુજરાત ટાઈટન્સને હવે નવા ઓપનરની તલાશ કરવી પડશે.
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓપનર રોયે બાયો બબલના થાકનું કારણ આગળ ધરતાં આ
નિર્ણય જાહેર કર્યો હતો.
આઇપીએલની
હરાજીમાં જેસન રોયને ગુજરાત ટાઈટન્સે બે કરોડની બેઝ પ્રાઈઝ સાથે કરારબદ્ધ કર્યો
હતો. જેસન રોયે હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો હતો. જેમાં તેણે ક્વેટા
ગ્લેડિયેટર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેણે કહ્યું કે હું હવે વધુ સમય
બાયોબબલમાં રહી શકું તેમ નથી આ કારણે મારું નામ પાછું ખેંચું છું.
તેણે
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ભારે હૈયે મેં
આઇપીએલમાં ન રમવાનો નિર્ણય લીધો છે. હું ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન હાર્દિકનો આભાર
માનું છું કે, જેમણે મારામાં ભરોસો વ્યક્ત કર્યો. જોકે હું
માનું છું કે હવે પરિવાર સાથે સમય વિતાવવો જરુરી છે. આમ પણ મારો આગામી શેડયુઅલ
વ્યસ્ત છે. હું હવે ગુજરાત ટાઈટન્સની તમામ મેચો નિહાળીશ અને ટીમને સપોર્ટ કરીશ.
ઈ.સ.
૨૦૨૦માં પણ તેણે આઇપીએલમાંથી નામ પાછુ ખેંચ્યું હતુ. તેને ત્યારે ૧.૫૦ કરોડમાં
દિલ્હીની ટીમને ખરીદ્યો હતો. જોકે તે પછી રોયે તેનું નામ પાછું ખેંચી લીધું હતુ.