IPL: ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું, જોસ બટલર સદી ચૂક્યો
IPL 2025: આઈપીએલ 2025ની 35મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. દિલ્હીએ ગુજરાતને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.2 ઓવરમાં 3 વિકેટમાં 204 રન બનાવીને જીત મેળવી લીધી.
બંને ટીમની ઈનિંગ
ગુજરાત ટાઇટન્સઃ સાઈ સુદર્શન 36 રન (21 બોલ), શુભમન ગિલ 7 રન (5 બોલ), જોસ બટલર* 97 રન (54 બોલ), રાહુલ તેવટિયા* 11 રન (3 બોલ), શેરફેન રુથફોર્ડ 43 રન (34 બોલ).
દિલ્હી કેપિટલ્સ: અભિષેક પોરેલ 18 રન (9 બોલ), કરુણ નાયર 31 રન (18 બોલ), કેએલ રાહુલ 28 રન (14 બોલ), ટ્રિસ્ટન સ્ટબ્સ 31 રન (21 બોલ), અક્ષર પટેલ 39 રન (32 બોલ), આશુતોષ શર્મા 37 રન (19 બોલ), વિપ્રજ નિગમ શૂન્ય રન (1 બોલ), ડોનોવન ફેરૈરા 1 રન (3 બોલ), મિશેલ સ્ટાર્ક* 2 રન (2 બોલ), કુલદીપ યાદવ* 4 રન (1 બોલ).
બંને ટીમની પ્લેઈંગ 11
ગુજરાત ટાઇટન્સઃ સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા
દિલ્હી કેપિટલ્સ: અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર