IPL 2025: ગુજરાત ટાઈટન્સે 36 રને મુંબઈને હરાવ્યું, સાઈ સુદર્શનની વિસ્ફોટક બેટિંગ
IPL 2025: આઇપીએલ 2025માં આજે (29 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ગિલની કપ્તાની વાળી ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાની કપ્તાની વાળી મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 163 રન જ બનાવી શકી.
ગુજરાત ટાઈટન્સની ઈનિંગ
ગુજરાત ટાઈટન્સની ઈનિંગ
હાર્દિકએ સંભાળી જવાબદારી હતી
મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ હતી. પ્રતિબંધને કારણે ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં રમી શક્યો ન હતો. ટુર્નામેન્ટ હજુ શરુઆતના દિવસોમાં છે પરંતુ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વિના મુંબઈની બોલિંગ યુનિટ સંઘર્ષ કરતી જોવા મળી. આ દરમિયાન, પ્રથમ મેચમાં નિયમિત કૅપ્ટન હાર્દિકની ગેરહાજરીએ ટીમ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી હતી.
બંને ટીમો છેલ્લી મેચમાં હાર મળી હતી
ગુજરાતને તેની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈને પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વિકેટથી હરાવ્યું હતું. પંજાબ સામે ગુજરાતના બોલરોએ ઘણાં રન આપ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતાં સમયે ગુજરાત જીતની ખૂબ નજીક હતું પરંતુ અંતે 11 રનથી હારી ગયું હતું.
બંને ટીમોની પ્લેઇંગ-11
મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા, રાયન રિક્લેટોન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કૅપ્ટન), તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, મુજીબ ઉર રહેમાન, સત્યનારાયણ રાજુ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રોબિન મિંજ, અશ્વિની કુમાર, રાજ બાવા, કોર્બિન બોશ, વિલ જેક્સ.
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કૅપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફાને રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: મહિપાલ લોમરોર, ગ્લેન ફિલિપ્સ, ઇશાંત શર્મા, અનુજ રાવત, વોશિંગ્ટન સુંદર.