અમદાવાદમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને રચ્યો ઇતિહાસ, IPLમાં ત્રીજી વાર બની આવી ઘટના

Updated: May 11th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને રચ્યો ઇતિહાસ, IPLમાં ત્રીજી વાર બની આવી ઘટના 1 - image


GT vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 59મી મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઈ હતી. અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાતની ટીમના કેપ્ટન ગિલ અને સુદર્શને ચેન્નઈના બોલરની ધોલાઈ કરતા તોફાની બેટિંગ કરી હતી. આ મેચમાં બંને ઓપનરે સદી ફટકારીને અનેક રેકોર્ડ ધરાશાયી કરી દીધા હતા. 

IPLના વિક્રમની બરાબરી થઈ હતી

શુભમન ગિલ (Shubman Gill) અને સાઈ સુદર્શ (Sai Sudarshan)એ માત્ર સદી જ નહીં પણ 104 બોલમાં 210 રનની ઓપનિંગ ભાગીદારી કરીને આઈપીએલના વિક્રમની બરાબરી પણ કરી હતી. આ ઓપનિંગ પાર્ટનરશિપને કારણે જ ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ત્રણ વિકેટે 231 રન બનાવ્યા હતા. IPLમાં ગુજરાતનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. જ્યારે CSK સામે પણ IPLનો સૌથી મોટો સ્કોર  છે. આ આઈપીએલમાં અત્યાર સુધીમાં 13 બેટરો દ્વારા સદી ફટકારવામાં આવી છે, જે અગાઉની તમામ સિઝન કરતાં વધુ છે. આ પહેલા 2023માં 12 સદી ફટકારવામાં આવી હતી.

IPLના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી

ગુજરાતના કેપ્ટન ગિલે 55 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 104 રન અને સુદર્શને 51 બોલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. આ પહેલા કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે લખનઉ માટે 210 રનની વિશાળ ભાગીદારી કરી હતી. આ IPL ઇતિહાસમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. આ IPL 2024ની સૌથી મોટી ભાગીદારી પણ છે. IPLમાં આ ત્રીજી વખત છે જ્યારે એક જ ઇનિંગમાં બે સદી ફટકારવામાં આવી હોય. 

બંને ઓપનરે 50 બોલમાં સદી પૂરી કરી

ગિલે સિમરજીતની ઓવરમાં ચોગ્ગો ફટકારીને 50 બોલમાં IPLમાં તેની ચોથી સદી પૂરી કરી હતી. સુદર્શને પણ આ જ ઓવરમાં સિક્સર ફટકારીને 50 બોલમાં IPLમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. બંનેએ 200 રનની ભાગીદારી પણ પૂરી કરી હતી. 

અમદાવાદમાં ગિલની ચોથી સદી

અમદાવાદમાં ગિલની આ ચોથી સદી હતી. તે કોઈપણ મેદાન પર સૌથી વધુ T-20 સદીના મામલે બીજા સ્થાને આવી ગયો છે. કોઈપણ એક જગ્યાએ સૌથી વધુ સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે બાંગ્લાદેશના મીરપુરમાં પાંચ સદી ફટકારી છે. શુભમન ગિલની T-20 કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે છે. કોહલીએ નવ સદી ફટકારી છે.

અમદાવાદમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને રચ્યો ઇતિહાસ, IPLમાં ત્રીજી વાર બની આવી ઘટના 2 - image


Google NewsGoogle News