IPL 2025 મેગા ઓક્શનમાં ગોવિંદાના જમાઈએ પણ ઝંપલાવ્યું, દોઢ કરોડ રૂપિયા રાખી બેઝ પ્રાઇસ
IPL 2025, Nitish Rana : આગામી IPL 2025નું મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાની છે. જેમાં મેગા ઓક્શન માટે નોંધાયેલા 1574 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં સામેલ
આ યાદીમાં 30 વર્ષીય નીતિશ રાણાનું નામ પણ સામેલ છે. જેણે ભારત માટે 2 વનડે અને 1 T20 મેચ રમી છે. નીતીશે પોતાને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ઓલરાઉન્ડરની શ્રેણીમાં સામેલ કર્યો છે.
ગોવિંદાનો જામાઈ છે નીતિશ રાણા
નીતિશ રાણા IPLની છેલ્લી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. એ સીઝનમાં તે બે મેચ રમી શક્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે નીતિશ રાણા બોલિવૂડ એક્ટર ગોવિંદાનો જમાઈ છે. નીતિશની પત્ની સાચી મારવાહ ગોવિંદાની ભત્રીજી છે. કપિલ શર્માના શોમાં ગોવિંદાના ભાણેજ કૃષ્ણાએ કહ્યું હતું કે, સાચી તેની પિતરાઈ બહેન છે. આ રીતે નીતિશ રાણા ગોવિંદાનો જમાઈ અને કૃષ્ણાનો સાળો થાય છે. ત્યારબાદ નીતિશ અને સાચી પણ શોમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો : T20 વર્લ્ડકપ બાદ આજે ફરી સાઉથ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા ટકરાશે, જાણો કોનું પલડું ભારે
નીતિશ રાણાની IPL કારકિર્દી
શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં નીતિશ રાણાએ IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023માં 14માંથી 6 મેચ જીતી હતી. નીતિશ રાણાએ અત્યાર સુધીમાં 107 IPL મેચોમાં 2636 રન બનાવ્યા છે. અને 10 વિકેટ પણ ઝડપી છે.