ગુગલ @25 : ગુગલે છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ સર્ચ થયેલ ટોપિકની યાદી બહાર પાડી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ગુગલ @25 : ગુગલે છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ સર્ચ થયેલ ટોપિકની યાદી બહાર પાડી 1 - image


- રોનાલ્ડો વિશ્વમાં અને કોહલી ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા ખેલાડી

- વિશ્વનું ફેવરિટ ફૂડ ચાઇનીઝ અને પીઝામાં શિકાગો સ્ટાઇલ : વેકેશનની પસંદગી બીચ પર બાર્બી ડોલ, સ્પાઇડર મેન, બીટલ્સ અને બીથોવનનું હજુ પણ લોકમાનસ પર પ્રભુત્વ

- ટેલર સ્વિફટ નંબર 1 પોપ સિંગર

અમદાવાદ : ગુગલ પરથી આજે જેમણે પણ સર્ચ કર્યું હશે તેઓને ખ્યાલ આવી જ જાય કે ગુગલને ૨૫ વર્ષ પુરા થયા છે.

ગુગલે દર વર્ષની જેમ આ વર્ષના અંતિમ મહિનો હોઈ વર્ષ દરમ્યાન જુદી જુદી કેટગરીમાં સૌથી વધુ સર્ચ થયેલ વ્યકિત વિશેષ, ઘટનાની યાદી તો બહાર પાડી જ છે પણ દિવસ દરમ્યાન એ સમાચાર અને વીડિયો વાઇરલ બની જેમાં ગુગલે ૨૫ વર્ષમાં ટોપિકની રીતે સૌથી વધુ સર્ચ શું થયું તેની યાદી બહાર પાડી છે.

સ્વાભાવિક છે કે અમેરિકા છવાયેલું રહ્યું પણ આ યાદી એ રીતે રસપ્રદ નીવડે છે કે વિશ્વના નાગરિકોની પસંદ, મૂડ, મિજાજ અને ટ્રેન્ડસ ૨૫ વર્ષમાં કેવો રહ્યો છે તેની એક દસ્તાવેજી પણ આ રીતે બની જાય છે.

ગુગલે 'એક્સ' (અગાઉનું ટવીટર) પર ૨૫ વર્ષની સૌથી વધુ ૨૫ સર્ચ થયેલી આ કેટગરીનો વીડિયો મુકયો છે જે આજે લાખો નાગરિકોએ જોયો હતો.

ગુગલે ૨૫ વર્ષની ૨૫ જાહેર કરેલી યાદી મુકતા જે પોસ્ટ મુકી છે તેમાં લખ્યું છે કે 'જો છેલ્લા ૨૫ વર્ષોએ અમને બધુ શીખવાડયું છે તો હવે પછીના ૨૫ વર્ષમાં બધુ જ બદલાઈ જશે.'

(ઇફ ધ લાસ્ટ ૨૫ યર્સ હેવ ટોટ અસ એનીથિંગ, ધ નેકસ્ટ ૨૫ યર્સ વીલ ચેન્જ એવરીથિંગ)

એક્સ પરની ટાઇમ કેપ્સ્યુલ વીડિયોમાં ઝલક લેવા જેવી છે.

રમતજગતની વાત કરીએ તો ફૂટબોલની રમત અને ક્રીસ્ટીઆનો રોનાલ્ડો સૌથી વધુ ૨૫ વર્ષમાં સર્ચ થયેલ ખેલાડી છે. જયારે બાસ્કેટ બોલનો લેજન્ડ લેબ્રોન જેમ્સ સૌથી વધુ મુલ્યવાન ખેલાડી (એમવીપી) તરીકે ૨૫ વર્ષમાં સર્ચ થયા છે.

ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલ ક્રિકેટર કોહલી છે. જો કે ભારતની કેટગરીનો ૨૫માં સમાવેશ નથી પણ અલાયદી ભારતની યાદી મળી શકે છે.

પોપ સંગીતમાં સ્ટેજ પર્ફોમના અને સોંગ રાઇટર તરીકે ટેલર સ્વિફટ નંબર વન છે તો બોય બેન્ડમાં બીટીએસ અને ગર્લ બેન્ડમાં બ્લેન્ક પિન્ક ૨૫ વર્ષમાં સર્ચની રીતે છવાયેલ રહ્યા. બિયોન્સના જાદુની પણ ઝલક બતાવાઇ છે.

કલાસિકલ મ્યુથિકમાં બીથોવન અને બીટલ્સ બેન્ડ છવાયેલું રહ્યું. બાર્બી ડોલ સર્ચની રીતે ટોયઝમાં નંબર ૧ છે.

પોકેમોન કાર્ટુન શ્રેણીનું પિકાચુ પાત્ર અને ફિલ્મ કાસ્ટની રીતે હેરી પોટર અવ્વલ રહ્યા. સૌથી સર્ચ થયેલ કોઇ માનવનું ડગલુ હોય તો તે ચંદ્ર પરનું નીલ આર્મસ્ટ્રોંગનું રહ્યું.

સિમ્પસન કાર્ટૂનની રીતે તો કાલ્પનિક લોકપ્રિય પાત્ર સ્પાઇડર મેન રહ્યું.

જેનો ૨૫ ટોપિકમાં સમાવેશ નથી થયો પણ સર્ચની રીતે બોલીવુડ, હોલીવુડ સહિતની વિશ્વની કોઇ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા ૨૫ વર્ષમાં આગળ રહ્યું. ચેલેન્જ તરીકે માથા પર બરફનું થીજી ગયેલું પાણી રેડવાની બકેટ ચેલેન્જ ટોપ પર રહી. શિકાગો પિઝા તમામ પિઝામાં અને પાનકેક તમામ કેકમાં નંબર વન રહી.

જો કે ગુગલ ૨૫ વર્ષમાં સૌથી વધુ કયા નેતા વિશે સર્ચ થયું તેના પર ટોપિકની યાદીમાં પ્રકાશ પાડવાથી દૂર રહ્યું છે.

આઇન્સ્ટાઇન સૌથી વધુ સર્ચ થયેલ વિજ્ઞાાની છે તે તેઓએ જાહેર કર્યું છે.

શાહરૂખ ખાન, ટીના ટર્નર બોનોના પણ ટોપ સર્ચની નોંધ લેવાઇ છે.

૧૯૮૦ના દાયકાની અને કોરોનાની રેકોર્ડ સર્ચ રહી છે પણ આ બધી સર્ચ અલગ કેટગરીમાં છે.

25 વર્ષમાં સૌથી વધુ સર્ચ થયેલ 25 ટોપ ટોપિક

(૧) વિજ્ઞાાની આઇન્સ્ટાઇન

(૨) પોપ સિંગર-રાઇટર ટેલર સ્વિફટ

(૩) રોક બેન્ડ ધ બીટલ્સ

(૪) એથ્લેટ રોનાલ્ડો

(૫) કાલ્પનિક રાજકુંવરી અરીયેલ

(૬) સ્નીકર્સ એર જોર્ડન

(૭) હેર કટ બોબ હેર કટ

(૮) કમ્પોઝર બીથોવન

(૯) સબકલ્ચર પંક

(૧૦) આર્ટિસ્ટ લીઓનાર્ડો વિન્ચી

(૧૧) બ્રેક થુ્ર ફયુઝન

(૧૨) બોય બેન્ડ બીટીએસ

(૧૩) ઇમોજી હાર્ટ

(૧૪) પોકેમોન પિકાચુ

(૧૫) અનાઇમે નારૂટો

(૧૬) ટોય બાર્બી

(૧૭) વીડિયો ગેમ માઇનકાફટ

(૧૮) સુપર હીરો સ્પાઈડર મેન

(૧૯) કેક પાનકેક

(૨૦) કવીસિન ચાઇનીઝ

(૨૧) શહેર ન્યુયોર્ક

(૨૨) પિઝા શિકાગો સ્ટાઇલ

(૨૩) લેન્ડમાર્ક આઇફલા ટાવર

(૨૪) વેકેશન બીચ ટાઇપ

(૨૫) રાશિ લીઓ


Google NewsGoogle News