IND vs AUS: એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, સ્ટાર ક્રિકેટર થયો ફિટ, ખૂબ કરી પ્રેક્ટિસ
Image: Facebook
IND vs AUS: ભારતને એડિલેડ ટેસ્ટ 6 ડિસેમ્બરથી રમવાની છે પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી ખુશખબરી મળી છે. શુભમન ગિલ નેટ્સમાં પ્રેક્ટિસ કરતો નજર આવ્યો. ભારતે બીજી ટેસ્ટ પહેલા બે દિવસની પિંક બોલ ટેસ્ટ રમવાની છે જે ઓસ્ટ્રેલિયા પ્રાઈમ મિનિસ્ટર 11 વિરુદ્ધ હશે. આ મેચ માનુકા ઓવલના કેનબરામાં હશે. ગિલે પહેલી ટેસ્ટ ઈજાના કારણે મિસ કરી હતી કેમ કે ફીલ્ડિંગ દરમિયાન તેનો અંગૂઠો ફ્રેક્ચર થઈ ગયો હતો.
ગિલે કરી ખૂબ પ્રેક્ટિસ
ગિલ નેટ્સમાં ખૂબ પ્રેક્ટિસ કરતો નજર આવ્યો. નેટ્સમાં ગિલે ઘણા બોલર્સનો સામનો કર્યો. જેમાં યશ દલાલ, આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ હતો. ટીમ ઈન્ડિયા પિંક બોલ મેચ બાદ એડિલેડમાં ડે નાઈટ ટેસ્ટ રમશે. ગિલની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પ્રેક્ટિસ કરી. ગિલ જો ફિટ થઈ જાય છે તો રોહિતની સાથે રમશે તો કે એલ રાહુલને નંબર 6 પર રમવું પડી શકે છે. દરમિયાન ધ્રૂવ જુરેલને બહાર જવું પડી શકે છે. રાહુલે પર્થ ટેસ્ટમાં ઓપનિંગ કરી હતી અને 77 રનની ઈનિંગ રમી હતી. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ પણ રોહિતની વાપસી પર મોટું નિવેદન આપી ચૂક્યો છે અને એ કહી ચૂક્યો છે કે તેની વાપસી ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનને હચમચાવી મૂકશે.
આ પહેલા એ રિપોર્ટ આવ્યો હતો કે શુભમન ગિલને લઈને ટીમ મેનેજમેન્ટ વધુ ઉતાવળ કરવા માગતુ નથી. 29 નવેમ્બરે ગિલ પર બધું જ સ્પષ્ટ થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટને એ વાત ખબર છે કે ભારતીય ટીમ માટે આ લાંબો પ્રવાસ છે અને તે ગિલની રિકવરીમાં ઉતાવળ કરવા ઈચ્છતાં નથી. દરમિયાન રોહિત શર્માની પ્લેઈંગ 11 માં વાપસી બાદ કે એલ રાહુલ નીચે રમશે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટનની સાથે યશસ્વી જયસ્વાલ ઓપન કરશે.
આ પણ વાંચો: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: T20માં બન્યો અનોખો રૅકોર્ડ, તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ
ટીમ સાથે ગંભીર નથી
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર્સનલ બાબતોના કારણે ભારત પરત ફર્યા છે. દરમિયાન હેડ કોચ 3 ડિસેમ્બરે એડિલેડ ટેસ્ટથી ઠીક પહેલા ટીમ ઈન્ડિયાથી જોડાઈ જશે. તેમની ગેરહાજરીમાં હાલ અભિષેક નાયર, મોર્ને મોર્કલ અને રયાન ટેન ડસકાટે ટીમની સાથે છે.