સેમિફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે ગૂડ ન્યૂઝ, બુમરાહની વાપસીના સંકેત, NCAમાં બોલિંગ શરૂ કરી
Image: Facebook
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં પહેલા જ સ્થાન બનાવી ચૂકી છે. જોકે, હજુ પણ ગ્રૂપ સ્ટેજમાં એક મેચ બાકી છે, જે 2 માર્ચે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાશે. તે બાદ ભારતીય ટીમે 4 માર્ચે દુબઈમાં સેમિફાઈનલ મેચ રમવાની છે. આ મહત્ત્વની મેચ પહેલા ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ભારતીય ચાહકોને એક મોટી ખુશખબરી આપી છે. તેણે બેંગલુરુમાં વર્તમાન નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બોલિંગ શરૂ કરી દીધી છે. બુમરાહે તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોના સામે આવ્યા બાદથી અટકળો લગાવાઈ રહી છે કે શું સેમિફાઈનલથી પહેલા તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થશે?
બુમરાહની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી?
જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર કરવો પડ્યો હતો. સ્કેનનો રિપોર્ટ સામે આવ્યા બાદથી તેને એનસીએ મોકલવામાં આવ્યો હતો, જ્યાં બીસીસીઆઈ મેડિકલ સ્ટાફની નજરમાં તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. લગભગ 1 મહિનાથી મેદાનથી દૂર રહેલા બુમરાહે હવે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. વીડિયોમાં તે ખૂબ લયમાં પણ નજર આવી રહ્યો છે પરંતુ 4 માર્ચે થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં તેની એન્ટ્રી મુશ્કેલ લાગે છે કેમ કે આમાં હવે લગભગ 4 દિવસ બાકી છે. બીસીસીઆઈ તરફથી પણ આવી કોઈ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર તે 22 માર્ચે શરૂ થનાર આઈપીએલથી જ કમબેક કરી શકશે.
આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી થશે મહામુકાબલો, ત્રણ મેચ રમાવાની શક્યતા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની ટેસ્ટ દરમિયાન તેના લોઅર બેકમાં કંઈ તકલીફ થઈ હતી. તે આ મેચની બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો નહોતો. બીસીસીઆઈની મેડીકલ ટીમે તેને 5 અઠવાડિયા આરામની સલાહ આપી હતી અને આશા વ્યક્ત કરાઈ હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ફિટ થઈ જશે પરંતુ આવું થઈ શક્યું નહીં. જસપ્રીમ બુમરાહના સ્કેન બાદ તેને ચેમ્પિયન્સ ટ્રોફીની સ્ક્વૉડથી રિલીઝ કરી દેવાયો હતો. ત્યારે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે બોર્ડ તેને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા માગતું નથી. તેથી આ મહત્ત્વની ટુર્નામેન્ટથી બહાર કરવો શ્રેષ્ઠ સમજવામાં આવ્યો.
ચાહકોએ રમાડવાની માગ કરી
જોકે, જસપ્રીમ બુમરાહનો વીડિયો જોયા બાદથી ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તે ઉત્સુક થઈ ગયા છે અને બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમાડવાની માગ કરી રહ્યાં છે. કોઈ તેને સેમિફાઈનલ તો કોઈ ફાઈનલમાં રમતાં જોવા માગે છે. તેથી તેમણે બુમરાહના વીડિયો પર કમેન્ટ કરીને તેની માગ પણ કરી છે. હાલ, ચાહકોની આ માગ પૂરી થવી મુશ્કેલ લાગે છે પરંતુ ભારતના આ સ્ટાર પેસરની ટૂંક સમયમાં શાનદાર કમબેકની આશા વ્યક્ત કરાઈ રહી છે.