મુંબઈ ઈન્ડિયન્સની ચિંતા દૂર થઈ! હાર્દિક પંડ્યાની ઈજા અંગે આવ્યું મોટું અપડેટ
હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
IPL Team MI 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ 10 ફ્રેન્ચાઇઝીએ જોરદાર રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજા થઈ ગયા અને સંપૂર્ણપણે ફિટ છે.
હાર્દિક પંડ્યા IPLમાં રમતા જોવા મળશે
અહેવાલ અનુસાર, ભારતીય ટીમને આવતા વર્ષે જાન્યુઆરી મહિતનામાં ત્રણ મેચની T20 સીરિઝ રમવાની છે. ત્યાં સુધીમાં હાર્દિક પંડ્યા સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને કેપ્ટન્સી કરતા જોવા મળશે. ત્યાર બાદ IPL 2024 સીઝન માર્ચ અને મે વચ્ચે યોજાશે. ત્યારબાદ પંડ્યા પણ મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો. હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. જેમાં તે જીમમાં કસરત કરતા અને પુત્ર સાથે મસ્તી કરતા જોવા મળ્યા હાતા.
હાર્દિકે મુંબઈ સાથે ચાર IPL ટાઈટલ જીત્યા
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈએ 2015માં હાર્દિકને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક 2015, 2017, 2019 અને 2020માં IPL ટાઈટલ જીતનાર મુંબઈની ટીમનો ભાગ રહ્યો હતો. IPL 2021 સુધી હાર્દિક MIમાં સાથે હતો.