VIDEO: આવો કેચ નહીં જોયો હોય...! ન્યુઝીલેન્ડના 'સુપરમેન'ની ફરી ક્રિકેટ જગતમાં ચર્ચા
New Zealand vs England 1st Test: ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની પહેલી મેચ હેગલે ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. તેણે ચિત્તાની જેમ કૂદીને શાનદાર કેચ પકડ્યો હતો.
શાનદાર કેચનો વીડિયો વાયરલ થયો
ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન જ્યારે ઓલી પોપ 77 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેણે ગ્લેન ફિલિપ્સ પાસે ટિમ સાઉથીના બોલ પર ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. ગ્લેન ફિલિપ્સે ચિત્તાની જેમ કૂદીને તેનો કેચ પકડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલિપ્સને વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક ગણવામાં આવે છે. આ પહેલા પણ ફિલિપ્સ ઘણી વખત આવા શાનદાર કેચ પકડી ચૂક્યો છે.
ન્યુઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 348 રન બનાવ્યા
આ મેચમાં ન્યૂઝીલેન્ડનો સૌથી સિનિયર અને શાનદાર ખેલાડી કેન વિલિયમસન પણ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા હતા. પહેલી ઈનિંગમાં વિલિયમસને શાનદાર બેટિંગ કરી અને 93 રન બનાવ્યા. બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 348 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં વિલિયમસન ઉપરાંત ગ્લેન ફિલિપ્સે અણનમ 58 અને ટોમ લાથમે 48 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતી વખતે શોએબ બશીર અને બ્રેડને 4-4 વિકેટ ઝડપી હતી.