મેં વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું અને મને જ...' મેક્સવેલના ટીમ ઈન્ડિયાના દિગ્ગજ પર ગંભીર આરોપ
Glenn Maxwell on Virender Sehwag : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના તોફાની બેટર ગ્લેન મેક્સવેલે એક મોટો ખુલાસો કરીને બધાને દીધા છે. મેક્સવેલે ભારતના વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સેહવાગ વિશે એક એવો સનસનીખેજ ઘટસ્ફોટ કર્યો છે. કે જેણે લઈને હંગામો મચી ગયો છે.
વિરેન્દ્ર સહેવાગ પંજાબ કિંગ્સને એકલો ચલાવતો
હકીકતમાં મેક્સવેલે પોતાના પુસ્તક 'ધ શૉ મેન'માં સેહવાગનો ઉલ્લેખ કર્યો છે. મેક્સવેલે પુસ્તકમાં પંજાબ કિંગ્સ સાથે વિતાવેલા સમય અંગે વાત કરી છે. અને તેમાં લખ્યું છે કે, 'વિરેન્દ્ર સેહવાગ કેવી રીતે પંજાબ કિંગ્સને એકલો ચલાવતો હતો. અને ગુંડાગીરી કરતો હતો. જેના કારણે તેનું પ્રદર્શન પણ બગડ્યું હતું. સેહવાગના વર્તનથી હું એટલો નિરાશ થયો હતો કે તેણે ફરીથી મેં ક્યારેય તેની સાથે વાત કરી નથી.'
માત્ર નામના જ કોચ
પોતાના પુસ્તકનો ઉલ્લેખ કરતા મેક્સવેલે લખ્યું કે, 'વર્ષ 2017માં અમારા કોચ જે. અરુણકુમાર તેમની પહેલી સિઝન માટે આવ્યા હતા. અને તેમને થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ માત્ર નામના જ કોચ છે. અને મેન્ટર સેહવાગ જ બધું સંભાળી રહ્યા છે. જો કે અંગત રીતે કોચ અને ખેલાડીઓ મને મળવા આવ્યા હતા. અને તેમણે મને પૂછ્યું કે, આ બધું શું ચાલી રહ્યું છે. અને મારી પાસે તેનો કોઈ સીધો જવાબ હતો નહી.'
બધું જ ખતમ થઇ ગયું
મેક્સવેલે આગળ લખ્યું કે, 'જ્યારે ખેલાડીઓની પસંદગીની વાત આવી ત્યારે મેં વિચાર્યું કે દરેક કોચ એક વોટ્સએપ ગ્રૂપમાં સામેલ થઇ જાય તો શરુ રહે જેથી અમે અમારા નિર્ણયો લઈ શકીએ. દરેક વ્યક્તિ આ માટે સંમત થયા. અને સેહવાગ સિવાય બધાએ ટીમોની વિગતો શેર કરી. પરંતુ આ બધી પ્રક્રિયાના અંતમાં સહેવાગે સ્પષ્ટ કર્યું કે, હું પ્રારંભિક XIની પસંદગી કરીશ. અને બધું જ ખતમ થઇ ગયું. અત્યાર સુધી અમે મેદાન પર અને મેદાનની બહાર હારતા હતા. સેહવાગે ઘણીવાર એવા નિર્ણયો લીધા કે જે જરૂરી ન હતા. તેણે મને પણ વોટ્સએપમાંથી બહાર કાઢી નાખ્યો હતો.'
મેક્સવેલની IPL કારકિર્દી
અહીં તમને જણાવી દઈએ કે, મેક્સવેલે વર્ષ 2012માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમીને IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી મેક્સવેલ વર્ષ 2014માં પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો. અને વર્ષ 2017 સુધી તે ટીમનો ભાગ હતો. પંજાબ કિંગ્સ તરફથી રમતા મેક્સવેલ ક્યારેય કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતા.