IPL 2025: RCBથી રિલીઝ થયા પછી ગ્લેન મેક્સવેલે કહ્યું- 'છેલ્લા દિવસ સુધી ખબર નહોતી કે હું...'
Image Source: Twitter
Glenn Maxwell: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)એ IPL 2025 માટે પોતાના માત્ર ત્રણ જ ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમે ચોંકાવનારો નિર્ણય લેતા ટીમના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રિલીઝ કરી દીધો છે. ત્યારબાદથી આ નિર્ણય પર ખૂબ ચર્ચા થઈ રહી હતી. હકીકતમાં આરસીબીએ વિરાટ કોહલી સિવાય રજત પાટીદાર અને યશ દયાલને જ રિટેન કર્યા છે. બીજી તરફ ગત સિઝનના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની સાથે ગ્લેન મેક્સવેલને પણ રિલીઝ કરી દીધો છે.
બીજી તરફ હવે ટીમમાંથી બહાર થયા બાદ ગ્લેન મેક્સવેલનું આના પર પ્રથમ રિએક્શન સામે આવ્યું છે. ગ્લેન મેક્સવેલે કહ્યું કે, 'રિટેન લિસ્ટ આવવાના છેલ્લા દિવસ સુધી મને એ નહોતી ખબર કે, મને રિટેન કરવામાં આવશે કે નહીં.'
ગ્લેન મેક્સવેલને ટીમની રીટેન્શન લિસ્ટ વિશે ખબર નહોતી. આ અંગે મેક્સવેલે કહ્યું કે, 'RCB દ્વારા સ્ટાફમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ટીમની રીટેન્શન લિસ્ટ સામે આવવાના છેલ્લા દિવસ સુધી એ પણ સસ્પેન્સ હતું કે, મને ટીમ દ્વારા રિટેન કરવામાં આવશે કે નહીં.' જોકે, આ દરમિયાન ગ્લેન મેક્સવેલે એ માન્યું કે, RCBની ટીમ ત્રણ ભારતીય ખેલાડીઓને રિટેન કરીને પોતાનો આધાર મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
મેક્સવેલે RCBના કર્યાં વખાણ
બીજી તરફ આગળ બોલતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ટીમના વખાણ પણ કર્યા. તેણે કહ્યું કે, 'વાસ્તવમાં RCBની એક્ઝિટ મીટિંગ ખૂબ જ શાનદાર રહી. તમામે લગભગ અડધો કલાક એ વિષય પર વાત કરી કે, RCBની આગળની રણનીતિ શું હોવી જોઈએ અને ટીમે આગળ શું કરવું જોઈએ.' બીજી તરફ વખાણ કરતા મેક્સવેલે કહ્યું કે 'જો તમામ ટીમો આમ કરવાનું શરૂ કરે તો કદાચ ખેલાડીઓ અને અધિકારીઓ વચ્ચેના સંબંધો પણ વધુ સારા થઈ શકે છે. જોકે હવે આશા છે કે, ટીમ ફરી એકવાર ગ્લેન મેક્સવેલને ટીમમાં સામેલ કરી શકે છે.'