Get The App

ઓસ્ટ્રેલિયા માટે હીરો પણ IPLમાં ‘ઝીરો’? જાણો કેમ RCB માટે ટેંશન બન્યો મેક્સવેલ

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયા માટે હીરો પણ IPLમાં ‘ઝીરો’? જાણો કેમ RCB માટે ટેંશન બન્યો મેક્સવેલ 1 - image


Glenn Maxwell In IPL 2024: ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) IPL 2024માં અત્યાર સુધી સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. RCBનો બેટિંગ ઓલરાઉન્ડર ટીમ માટે અત્યાર સુધી બેટથી કોઈ કમાલ નથી કરી શક્યો. રાજસ્થાન સામે રમાયેલી પાંચમી મેચમાં મેક્સવેલ માત્ર 01 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મેક્સવેલે તેની પાંચ ઈનિંગ્સમાં એક પણ વખત 30 રનનો આંકડો પાર કરી નથી કર્યો. પરંતુ 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં મેક્સવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મેક્સવેલ IPLમાં ફ્લોપ 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં વિસ્ફોટક બેટિંગ કરી હતી. પરંતુ એ જ ભારતીય પીચો પર મેક્સવેલ IPLમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં મેક્સવેલે ઓસ્ટ્રેલિયાને જીત અપાવવા  લક્ષ્યનો પીછો કરતી વખતે બેવડી સદી ફટકારી હતી અને તે મેચમાં તેને પગમાં ગંભીર ક્રેમ્પના કારણે તે બંને પગ પર યોગ્ય રીતે ઊભો પણ નહોતો રહી શકતો. 

પરંતુ IPLમાં એકદમ ફિટ હોવા છતાં મેક્સવેલ કંઈ નથી કરી રહ્યો. પાંચ ઈનિંગ્સમાં બેટિંગ કરીને મેક્સવેલ ચાર વખત સિંગલ ડિજિટ સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો છે જેમાં બે ઝીરો પણ સામેલ છે. તેનો હાઈ સ્કોર 28 રનનો રહ્યો છે. પાંચ ઈનિંગ્સમાં મેક્સવેલે અનુક્રમે 00, 03, 28, 00 અને 01 રન બનાવ્યા છે. પોતાના ખરાબ ફોર્મ સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડી RCB માટે  ટેંશન બનતો નજર આવી રહ્યો છે.

બોલિંગમાં સારી લય

મેક્સવેલ ઘણીવાર પાર્ટ ટાઈમર તરીકે બોલિંગ કરે છે. પરંતુ આ સિઝનમાં તે RCB માટે મુખ્ય બોલર કરતાં વધુ સારો નજર આવી રહ્યો છે. જ્યાં એક તરફ RCBની પ્રથમ ત્રણ મેચ રમી ચૂકેલા અલઝારી જોસેફે એક પણ વિકેટ નથી લીધી ત્યાં મેક્સવેલે 5 મેચમાં 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. હવે મેક્સવેલ આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.


Google NewsGoogle News