Video: 'કોહલીને બોલિંગ આપો', મેચ વચ્ચે ભારતીય ચાહકની રસપ્રદ ડિમાન્ડ, વિરાટનું રિએક્શન વાયરલ
Image Source: Twitter
- આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો
મુંબઈ, તા. 03 નવેમ્બર 2023, શુક્રવાર
World Cup 2023: ટીમ ઈન્ડિયાએ ગુરૂવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી કચડીને વર્લ્ડ કપ 2023ના સેમીફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ જીતમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ કમાલ કર્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને શમીની ભીરતીય ફાસ્ટ બોલરોની ત્રિપુટીની તરખાટથી શ્રીલંકાના બેટ્સમેનો ઘૂંટણીએ પડવા મજબૂર બની ગયા હતા. એક સમયે શ્રીલંકાનો સ્કોર 3 વિકેટે 2 રન હતો. જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકાના બેટ્સમેનોને આઉટ કરી રહી હતી ત્યારે સ્ટેડિયમમાંથી દર્શકો વિરાટ કોહલી માટે એક રસપ્રદ માંગ કરવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ કોહલીનું રિએક્શન થઈ રહ્યુ વાયરલ
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના અડધા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવી ચૂકી હતી ત્યારે જ સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો તરફથી વિરાટ કોહલીને બોલિંગ આપવાની માંગ ઉઠવા લાગી. ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં એકસાથે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે, કોહલીને બોલિંગ આપો, કોહલીને બોલિંગ આપો. ત્યારબાદ વિરાટ કોહલીએ પણ બોલિંગ સ્ટાઈલમાં જબરદસ્ત રિએક્શન આપ્યુ હતું. વિરાટ કોહલી ચાહકોની ડિમાન્ડ બાદ બોલિંગ માટે વોર્મ અપ કરવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે તેણે શરૂઆતની ઓવરમાં જ કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ શુભમન ગિલ સાથે મળીને ટીમને મજબૂત અને શાનદાર શરૂઆત અપાવી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 88 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જોકે તે તેની રેકોર્ડની 49મી સદી ચૂકી ગયો હતો. હવે વિરાટ કોહલીના ચાહકોએ તેની સદી માટે 5 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. વિરાટ કોહલી 5 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં તેના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી સચિન તેંડુલકરની રેકોર્ડ 49મી ODI ઈન્ટરનેશનલ સદીથી એક જ ડગલું દૂર છે.