ગિલને વાઈસ કેપ્ટન બનાવી ટીમ ઈન્ડિયા સામે ધર્મસંકટ! દિગ્ગજે કહ્યું - પ્લેઈંગ-11નો કોયડો ગુંચવાશે
Harbhajan Singh on Playing 11 of Champions Trophy: 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ પણ આ ICC ઈવેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બોર્ડે શુભમન ગિલને રોહિત શર્માના ડેપ્યુટી એટલે કે ટીમના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કર્યા છે, જે ભવિષ્યમાં ટીમની કમાન પણ સંભાળી શકે છે. જોકે, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન એક્સપર્ટ હરભજન સિંહનું માનવું છે કે ગિલને વાઇસ કેપ્ટન બનાવીને ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનને જટિલ બનાવી દીધી છે. ભજ્જી કોઈપણ ભોગે યશસ્વી જયસ્વાલને ટીમમાં ઈચ્છતો હતો, પરંતુ ગિલ વાઇસ કેપ્ટન બન્યા બાદ તેના માટે રમવું મુશ્કેલ થઈ ગયું છે.
વ્યક્તિ ફોર્મમાં હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ
હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'સમસ્યા એ ઉભી થઈ છે કે હવે યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ 11માં સામેલ કરવું મુશ્કેલ બનશે, કારણ કે શુભમન ગિલ તમારો વાઇસ કેપ્ટન છે. જો ગિલ વાઇસ-કેપ્ટન છે તો તે ઓપનિંગ કરશે. હવે એવું ન કહી શકાય કે જો યશસ્વી ટોપ રમશે તો ગિલ ત્રીજા નંબરે રમશે, જો ગિલ ત્રીજા નંબરે રમશે તો વિરાટ કોહલી ચોથા નંબરે આવશે. તો શ્રેયસ અય્યર ક્યાં રમશે? આ ક્રમે ગાડી તેના પાટેથી ઉતારી દીધી છે. મને લાગે છે કે યશસ્વીને રમાડવો જોઈએ, કારણ કે જ્યારે વ્યક્તિ ફોર્મમાં હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ.'
અય્યરને મિડલ ઓર્ડરનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે
જ્યારે ભજ્જીને પૂછવામાં આવ્યું કે શું જયસ્વાલ શ્રેયસ અય્યરને હટાવીને સ્થાન મેળવી શકશે તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. હરભજન સિંહે અય્યરને મિડલ ઓર્ડરનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો અને કહ્યું કે તેને બહાર કરવો અશક્ય છે. શ્રેયસ અય્યરની એવરેજ 47-48 છે, તે વ્યક્તિ લાયક છે… તેણે વર્લ્ડ કપમાં 300 રન બનાવ્યા હતા. હવે તમે કહો છો કે તેને ટીમમાં લાવો પરંતુ તેને રમવા ન દો... મિડલ ઓર્ડરમાં કદાચ તેના કરતા સારો કોઈ ખેલાડી નહીં હોય જે ગેમ કેવી રીતે બનાવવી તે જાણતો હોય. હું માનું છું કે યશસ્વી જયસ્વાલે રમવું જોઈએ, હવે તે કેવી રીતે રમવું તેની મૂંઝવણ તેઓએ ખુદ ઉભી કરી છે.'
ગિલ વાઈસ કેપ્ટન ન બન્યો હોય તો જયસ્વાલ રમ્યો હોત
ભૂતપૂર્વ ભારતીય સ્પિનરનું માનવું છે કે આ ટૂર્નામેન્ટ પછી ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શક્યો હોત. તેણે કહ્યું, 'જો શુભમન ગિલને વાઈસ કેપ્ટન ન બનાવાયો હોત તો યશસ્વી જયસ્વાલ રમ્યો હોત. યશસ્વી રોહિત સાથે ઓપનીંગ કરત, ત્રીજા નંબરે કોહલી, ચોથા નંબરે અય્યર અને પછી તમારી બેટિંગ લાઇનઅપ જે રીતે હોય તેમ. પરંતુ ગિલ હવે વાઈસ કેપ્ટન છે, તો મને નથી લાગતું કે વાઈસ કેપ્ટનને ક્યારેય બહાર બેસાડવામાં આવશે. જ્યારે 6-8 મહિના પછી ટ્રાન્ઝીશન થશે, ત્યારે ગિલને તે જવાબદારી સોંપવામાં આવશે, કદાચ તે આ ટૂર્નામેન્ટમાં પણ રહી શક્યો હોત. હું ગિલ માટે ખુશ છું, પરંતુ જો યશસ્વી રમ્યો હોત તો તેણે ઘણું આપ્યું હોત.'