Get The App

મુંબઈ ઈન્ડિયન્સના ઘાતક બોલરે સનસનાટી મચાવી, IPL ઈતિહાસનો બીજો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
મુંબઈ ઈન્ડિયન્સના ઘાતક બોલરે સનસનાટી મચાવી, IPL ઈતિહાસનો બીજો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો 1 - image
Image:IANS

Fastest Ball Of IPL 2024 : મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગઈકાલે IPL 2024ની 14મી મેચ રમાઈ હતી. આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ IPL 2024નો ફાસ્ટેસ્ટ બોલ ફેક્યો હતો. આ સાથે તેણે IPL ડેબ્યુમાં મયંક યાદવના 155.88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકેલા IPL 2024ના ફાસ્ટેસ્ટ બોલનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.

IPL ઈતિહાસનો બીજો ફાસ્ટેસ્ટ બોલ

મયંક યાદવ IPL 2024માં ફાસ્ટેસ્ટ બોલ ફેંકનાર બોલર બન્યો હતો, પરંતુ ગઈકાલે રમાયેલી મેચમાં ગેરાલ્ડ કોએત્ઝીએ તેનો આ રેકોર્ડ તોડી દીધો હતો. મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ રાજસ્થાન રોયલ્સ સામે 157.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી હલચલ મચાવી દીધી હતી. આટલું જ નહીં ગેરાલ્ડ કોઈત્ઝી IPLના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકનાર બીજો બોલર બની ગયો છે. શોન ટેઇટે IPL 2011માં 157.71 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો હતો. હવે કોએત્ઝીએ 157.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવી દીધા છે.

IPL ઈતિહાસનો ફાસ્ટેસ્ટ બોલ

શોન ટેઇટ - 157.71 કિલોમીટર પ્રતિ કલાક, 2011

ગેરાલ્ડ કોએત્ઝી - 157.4 કિલોમીટર પ્રતિ કલાક, 2024

લોકી ફર્ગ્યુસન - 157.3 કિલોમીટર પ્રતિ કલાક, 2022

ઉમરાન મલિક - 157 કિલોમીટર પ્રતિ કલાક, 2022

એનરીચ નોર્ટજે - 156.22 કિલોમીટર પ્રતિ કલાક, 2020

મયંક યાદવ - 155.8 કિલોમીટર પ્રતિ કલાક, 2024

મુંબઈ ઈન્ડિયન્સના ઘાતક બોલરે સનસનાટી મચાવી, IPL ઈતિહાસનો બીજો ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો 2 - image


Google NewsGoogle News