Get The App

'જો કોઈ એવું વિચારે કે તેના વિના ભારત જીતી નહીં શકે તો..' શું ગાવસ્કરે કોહલી પર તાક્યું નિશાન?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાનાર છે

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતે 3-1ની અજેય લીડ મેળવી લીધી છે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
'જો કોઈ એવું વિચારે કે તેના વિના ભારત જીતી નહીં શકે તો..' શું ગાવસ્કરે કોહલી પર તાક્યું નિશાન? 1 - image
Image: File Photo

Sunil Gavaskar Targets Virat Kohli : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નથી. બીજા બાળકના જન્મને કારણે તેણે બ્રેક લીધો છે. જો કે તેની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓના જોરદાર પ્રદર્શનને કારણે ભારતે સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડે હૈદરાબાદ ટેસ્ટ જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ આ પછી ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. સીરિઝની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાવાની છે અને આ મેચ જીતીને ભારતની નજર સીરિઝ પર 4-1થી કબજો કરવા પર રહેશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પોતાની વાતોમાં વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે.

ગાવસ્કરે કોહલી પર નિશાન સાધ્યું

ગાવસ્કરે એક મોટું નિવેદન આપતા કહ્યું, "એટલે જ હું હંમેશા કહું છું, તમારે મોટા નામોની જરૂર નથી... જો કોઈ મોટું નામ એવું વિચારે છે કે ભારત તેના વિના જીતશે નહીં, તો આ બે સીરિઝે બતાવ્યું છે કે તમે ત્યાં છો કે નહીં (તેનાથી કોઈ ફેર પડશે નહીં). ક્રિકેટ એક ટીમ ગેમ છે. તે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી."

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પણ વિરાટ ગેરહાજર હતો

ઇંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝ સિવાય સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સીરિઝને પણ યાદ કરી હતી જ્યાં ભારતે યુવા ખેલાડીઓના જોરે ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને સીરિઝ 2-1થી જીતી હતી. કોહલી તે સીરિઝમાં પ્રથમ મેચ બાદ તેના પ્રથમ બાળકના જન્મ માટે ઘરે પાછો ફર્યો હતો.

“ભારત ઓસ્ટ્રેલિયામાં મોટા નામોની ખોટ અનુભવી રહ્યું હતું પરંતુ…”

સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું, "ભારત ઓસ્ટ્રેલિયામાં ઘણા મોટા નામોની ખોટ અનુભવી રહ્યું હતું પરંતુ તેમ છતાં તેઓ માત્ર ગાબામાં જ નહીં પણ મેલબોર્નમાં પણ શાનદાર જીત મેળવવામાં સફળ રહ્યા હતા. તેઓએ 36 રન પર ઓલઆઉટ થયા બાદ વાપસી કરી હતી. મેલબોર્નમાં જીત મેળવી હતી અને પછી સિડની ટેસ્ટ મેચ બચાવવા માટે ઘણી મહેનત કરી હતી.જો રિષભ પંત અડધો કલાક ક્રિઝ પર રહ્યો હોત તો ભારત તે મેચ પણ જીતી ગયું હોત. પરંતુ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતના યુવા ખેલાડીઓએ જે હિંમત, સંકલ્પ, ધીરજ અને દૃઢ નિશ્ચય બતાવ્યો તે આ વખતે ઈંગ્લેન્ડ સામે પણ દેખાઈ રહ્યો છે.”

'જો કોઈ એવું વિચારે કે તેના વિના ભારત જીતી નહીં શકે તો..' શું ગાવસ્કરે કોહલી પર તાક્યું નિશાન? 2 - image


Google NewsGoogle News