Get The App

‘આ બીજો ધોની છે...’, ગાવસ્કરે આ યુવા ક્રિકેટરની તુલના કેપ્ટન કૂલ સાથે કરી

ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 307 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી

ધ્રુવ જુરેલે 149 બોલમાં 90 રન બનાવ્યા હતા

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
‘આ બીજો ધોની છે...’, ગાવસ્કરે આ યુવા ક્રિકેટરની તુલના કેપ્ટન કૂલ સાથે કરી 1 - image
Image:File Photo

Sunil Gavaskar On Dhruv Jurel : ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ 307 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત માટે ધ્રુવ જુરેલે તેની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી અને 90 રન બનાવીને આઉટ થયો હતો. જુરેલ ભલે સદી ચૂકી ગયો, પરંતુ તેણે મુશ્કેલ સમયમાં 90 રનની ઇનિંગ રમીને ચાહકોના દિલ જીતી લીધા. એટલું જ નહીં સુનીલ ગાવસ્કરે જુરેલની સરખામણી ધોની સાથે કરી છે. કોમેન્ટ્રી દરમિયાન જુરેલની બેટિંગ જોઈને ગાવસ્કરે જે કહ્યું તે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

“તે બીજો ધોની છે”

ગાવસ્કરે જુરેલની બેટિંગ પર પ્રતિક્રિયા આપતા કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, "ધ્રુવ જુરેલની માનસિકતા મને એવું વિચારવા માટે મજબૂર કરે છે કે તે બીજો ધોની છે." જુરેલ ભારતીય ઇનિંગ દરમિયાન સાવધાની સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો, તેની બેટિંગ જોઇને એવું લાગતું હતું કે તે અંત સુધી બેટિંગ કરવા માંગતો હતો. જે ધોની હંમેશા પોતાની બેટિંગમાં કરતો હતો. જુરેલ વિશે ગાવસ્કરને આ વાત ગમી હતી અને તેણે આવું નિવેદન આપીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.

જુરેલ અને કુલદીપે 76 રનની ભાગીદારી  કરી હતી

ગાવસ્કરે જુરેલ વિશે આગળ કહ્યું, “આજે તે સદી ચૂકી ગયો, પરંતુ તેની સમજને કારણે, આ યુવાન ભવિષ્યમાં ઘણી સદી ફટકારશે.” જણાવી દઈએ કે જુરેલે તેની 90 રનની ઇનિંગમાં 149 બોલનો સામનો કર્યો જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જુરેલ અને કુલદીપે આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી.

‘આ બીજો ધોની છે...’, ગાવસ્કરે આ યુવા ક્રિકેટરની તુલના કેપ્ટન કૂલ સાથે કરી 2 - image


Google NewsGoogle News