IND vs BAN : ટીમ સિલેક્શનમાં દેખાઈ 'ગંભીર ઈમ્પેક્ટ', કોચના ખાસ ખેલાડીઓને મળ્યો ચાન્સ!
IND vs BAN, T20I : આગામી બાંગ્લાદેશ સામે રમાનારી 3 મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ શનિવારે રાત્રે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમ સિલેક્શન પર નજર કરીએ તો ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની તેના પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. કારણ કે તેના કેટલાક ખાસ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.
આ પહેલા ગૌતમ ગંભીરે IPLમાં બે ટીમોનો મેન્ટર રહી ચૂક્યો છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે બે વર્ષ સુધી રહ્યો હતો. આ સિવાય તે ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ મેન્ટર હતો, અને તેના નેતૃત્વમાં ટીમે ખિતાબ જીત્યો હતો. આ બંને ટીમોના એક-એક ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. જેની કોઈને પણ અપેક્ષા હતી નહી.
આ સિલેક્શન ટીમમાં સૌથી વધુ ચોંકાવનારું જો કોઈ નામ હોય તો એ વરુણ ચક્રવર્તીનું છે. T20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમનો હિસ્સો રહેલો વરુણ લાંબા સમયથી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. તેણે ગંભીરની કેપ્ટનશીપ હેઠળ જ આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. IPLમાં તેણે કરેલા શાનદાર પ્રદર્શનને કારણે તેને T20 વર્લ્ડકપમાં જગ્યા મળી હતી. જો કે આ પહેલા તે શ્રીલંકાના પ્રવાસ પર T20 મેચમાં ડેબ્યૂ કરી ચૂક્યો હતો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સ્ટાર ઓલરાઉન્ડરની થઈ વાપસી
ભારત માટે વરુણે અત્યાર સુધીમાં રમેલી 6 મેચોમાં માત્ર 2 જ વિકેટ લીધી છે. ગંભીર વરુણને ખૂબ પસંદ કરે છે, અને તેના પર વિશ્વાસ પણ કરે છે. કદાચ આ જ કારણ છે કે વરુણ અચાનક ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે.
આ સિવાય મયંક યાદવને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ગંભીર જયારે લખનૌનો મેન્ટર હતો. ત્યારે તેણે મયંક યાદવના પ્રદર્શનને લઈને તેનું માર્ગદર્શન કર્યું હતું. મયંકે પોતાની તોફાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે સિઝનની મધ્યમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ હવે તે ફીટ થઇ ગયો છે. મયંકને ગંભીરનો ખાસ મિત્ર પણ માનવામાં આવે છે. મયંક પહેલીવાર ભારતીય ટીમનો ભાગ બની રહ્યો છે.