ગંભીરના પસંદગીના લોકોની સપોર્ટ સ્ટાફમાં થશે એન્ટ્રી, કોચિંગ ટીમ તૈયાર પણ સત્તાવાર જાહેરાત બાકી

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ગંભીરના પસંદગીના લોકોની સપોર્ટ સ્ટાફમાં થશે એન્ટ્રી, કોચિંગ ટીમ તૈયાર પણ સત્તાવાર જાહેરાત બાકી 1 - image


Image: Facebook

Indian Cricket Team Support Staff: પોતાની અધ્યક્ષતામાં પહેલી ટીમ જાહેર કર્યાં બાદ હવે કોઈ પણ પળે હેડ કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફની જાહેરાત થઈ શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ગંભીરના નામ પર મહોર લગાવી દીધી છે, બસ જાહેરાત થવાની બાકી છે. ભારતના પૂર્વ હરફનમૌલા ખેલાડી અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના દિગ્ગજ ક્રિકેટર રહેલા રેયાન ટેન ડોશેટ ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થવા માટે તૈયાર છે. રાહુલ દ્રવિડના કાર્યકાળમાં ફિલ્ડિંગ કોચ રહી ચૂકેલા ટી. દિલીપ પોતાના સ્થાને અકબંધ રહેશે. દિલીપ પ્રભાવશાળી ફિલ્ડિંગ કોચની સાથે-સાથે ડ્રેસિંગ રૂમના માહોલને પણ સકારાત્મક રાખવા માટે જાણીતા છે. એવું મનાય છે કે તે ટીમ બોન્ડિંગ અભ્યાસમાં પણ તેઓ ખૂબ સારા છે, જેને વધુ પ્રતિસ્પર્ધી માહોલમાં ખેલાડીઓ માટે એક મહત્ત્વની જરૂયિાત મનાય છે. 

બોલિંગ કોચને લઈને રહસ્ય

અભિષેક નાયર અને ટેન ડોશેટ બંનેને આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવશે. નવા બોલિંગ કોચને લઈને અમુક અસ્પષ્ટતા છે પરંતુ સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કલ એક મજબૂત ઉમેદવાર છે અને ગૌતમ ગંભીર તેમના માટે એડીચોટીનું જોર લગાવી ચૂક્યો છે. જો બધું ઠીક રહ્યું તો મોર્કલ જ ભારતના આગામી બોલિંગ કોચ હશે. મોર્કલ ક્યારે અને કેવી ટીમની સાથે જોડાશે. આ વિશે કોઈ સ્પષ્ટતા નથી.  

તમામ નામ ગંભીરના મનપસંદ

કોચિંગ ટીમમાં સામેલ કરવામાં આવેલા અભિષેક નાયર, ટેન ડોશેટ અને મોર્ને મોર્કલ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી ગૌતમ ગંભીરની સાથે આઈપીએલમાં કામ કરી ચૂક્યા છે. ગત સિઝનમાં કોલકાતા નાઈટરાઈડર્સે જ્યારે ગંભીરની મેન્ટરશિપમાં ટ્રોફી ઉઠાવી તો અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ તેમની સાથે હતા, જ્યારે મોર્કલે ગંભીરની સાથે લખનૌ સુપર જાયન્ટ્સમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ટી દિલીપ અને અભિષેક નાયર સોમવારે ટીમની સાથે યાત્રા કરશે, પરંતુ એ સ્પષ્ટ નથી છે કે ટેન ડોશેટ ક્યારે અને કેવી ટીમની સાથે જોડાશે. તે અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં એલએ નાઈટરાઈડર્સના કોચિંગ સ્ટાફનો ભાગ છે. તે સીધા કોલંબોમાં ટીમ સાથે જોડાઈ શકે છે.

22 જુલાઈએ થશે પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ટીમ સોમવાર બપોરે 1 વાગે ચાર્ટર ફ્લાઈટથી મુંબઈથી કોલંબો માટે રવાના થવાની છે. તેમના જવા પહેલા આશા છે કે બીસીસીઆઈ ઔપચારિક રીતે ગંભીરને નવા મુખ્ય કોચ તરીકે રજૂ કરશે. 22 જુલાઈએ મુંબઈના અંધેરી સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સની યોજના બનાવવામાં આવી છે, જેમાં નવા નિમણૂક થયેલા ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાજર હશે. બીસીસીઆઈ પ્રમુખ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના વાર્ષિક સંમેલન માટે પહેલેથી જ કોલંબોમાં છે, શ્રીલંકા પહોંચવા પર ટીમના નવા સભ્યોથી મળી શકશે. 


Google NewsGoogle News