IND vs AUS: ગૌતમ ગંભીરનો મનપસંદ ખેલાડી પહેલી જ ટેસ્ટમાં કરશે ડેબ્યૂ! પ્રેક્ટિસ મેચમાં મચાવ્યો તરખાટ
Image: Facebook
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પર્થમાં થનાર પહેલી ટેસ્ટમાં નવા ખેલાડીઓને અજમાવી શકે છે. રોહિત શર્મા જો ગેરહાજર રહ્યો તો બેટિંગમાં ઓપનિંગ પોઝિશન માટે સ્થાન બને છે. આ માટે અભિમન્યુ ઈશ્વરન દાવેદાર છે. બોલિંગમાં નવા ચહેરા ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત ડેબ્યૂ કરતાં નજર આવી શકે છે. પર્થમાં ટીમ ઈન્ડિયાની મેચ સિમ્યુલેશનના બીજા દિવસેની સ્થિતિ જણાવે છે કે ફાસ્ટ બોલર હર્ષિત રાણા ડેબ્યૂ કરી શકે છે. તેણે જસપ્રીત બુમરાહની સાથે નવા બોલની કમાન સંભાળી. હર્ષિતને શોર્ટ પિચ બોલિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. તેણે આ ભૂમિકાને શાનદાર રીતે નિભાવી.
ભારતની મેચ સિમ્યુલેશનના બીજા દિવસે ટેસ્ટ સ્કવોડમાં સામેલ બોલરના પ્રેક્ટિસનો વારો આવ્યો. જે હેઠળ ઈન્ડિયા એ માં સામેલ બેટ્સમેન બેટિંગ માટે ઉતર્યા. ટેસ્ટ ડેબ્યૂના દાવેદાર અભિમન્યુ ઈશ્વરન અને દેવદત્ત પડિક્કલ ઓપનિંગ કરવા ઉતર્યા. નવો બોલ જસપ્રીત બુમરાહ અને હર્ષિતે શેર કર્યો. ઋતુરાજ ગાયકવાડ તે બાદ બેટિંગ કરવા આવ્યો. તે સારું રમ્યો. તેની ઈનિંગમાં ચાર સિક્સર સામેલ રહી. તેમાંથી બે આર અશ્વિનની બોલ પર આવી તો એક-એક માનવ સુથાર અને હર્ષિત રાણાને લગાવી.
આ પણ વાંચો: ભાઈઓ વેલડન', સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં વિજય અને યશને કહ્યું થેન્ક યુ, કારણ જાણી દિલ ખુશ થઈ જશે
હર્ષિતે કરી બાઉન્સર્સની વર્ષા
ગાયકવાડ શાનદાર બેટિંગ કર્યા બાદ પવેલિયન ફર્યો. પછી સરફરાઝ ખાનનો વારો આવ્યો. તેણે 15 નવેમ્બરે પહેલા દિવસે બેટિંગ કરી નહોતી. પહેલા દિવસે પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ઈજાગ્રસ્ત થનાર કેએલ રાહુલ બીજા દિવસે પણ ન દેખાયો. તે બેટિંગ માટે પણ ન આવ્યો. હર્ષિતે પોતાની બોલિંગ દરમિયાન ઘણી વખત બાઉન્સરનો ઉપયોગ કર્યો. તેણે છાપ છોડી અને બે બેટ્સમેન તેના બોલ પર હારી ગયા. તે જુલાઈ બાદથી સતત ભારતીય ટીમનો ભાગ છે પરંતુ હજુ સુધી રમી શક્યો નથી. તેણે દિલ્હી માટે તાજેતરમાં જ રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો. ત્યારે પાંચ વિકેટ ફટકારવાની સાથે જ ફિફ્ટી પણ ફટકારી હતી.
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હર્ષિત પર ખૂબ વિશ્વાસ કરે છે. તેના જ આગ્રહના કારણે આ યુવા બોલરને ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.