ગંભીરની ઈચ્છા હતી કે રોહિત શર્મા નિવૃત્તિ જાહેર કરે, પછી થયા નારાજ: રિપોર્ટમાં દાવો
Gambhir wanted Rohit Sharma to announce retirement : સ્પીનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. સીરિઝ ખતમ થઇ ત્યાં સુધીમાં બીજી નિવૃત્તિના અહેવાલો પણ સામે આવ્યા હતા. પરંતુ એવું થયું નહીં. પરંતુ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બીજી નિવૃત્તિ કેપ્ટન રોહિત શર્મા લેવાનો હતો. રોહિત શર્મા મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ પછી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો હતો. પરંતુ તેમણે પોતાના એક શુભેચ્છકની સલાહ પર પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને નિવૃત્તિ લીધી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર રોહિતના નિવૃત્તિ ન લેવાના નિર્ણયથી નાખુશ હતો.
મેલબર્ન ટેસ્ટ પછી રોહિત લેવાનો હતો નિવૃત્તિ!
રોહિત શર્મા તેના બીજા બાળકના જન્મને કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમ્યો ન હતો. જ્યારે તે એડિલેડ ટેસ્ટમાં પાછો ફર્યો ત્યારે તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો હતો. કારણ કે પર્થ ટેસ્ટમાં ઇનિંગની શરૂઆત કરતી વખતે કેએલ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું. રોહિત એડિલેડ અને ગાબા બંને ટેસ્ટ મેચમાં ફ્લોપ રહ્યો હતો. અંતે, તેણે એક કઠિન નિર્ણય લીધો અને ઇનિંગની શરૂઆત કરી અને તેના કારણે શુભમન ગિલને બહાર બેસવું પડ્યું હતું અને કેએલ રાહુલ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. જો કે રોહિતની આ વ્યૂહનીતિ કામ આવી ન હતી અને તે મેલબર્નમાં પણ નિષ્ફળ ગયો હતો. આ હતાશાને કારણે જ રોહિત શર્માએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : BCCIની રિવ્યુ મીટિંગની વાતો લીક, રોહિત શર્માએ કહ્યું- હું થોડો સમય માટે કેપ્ટન રહીશ
રોહિત અને ગંભીર વચ્ચે મતભેદ
એક અહેવાલ અનુસાર, રોહિત રવિચંદ્રન અશ્વિન પછી નિવૃત્તિ લેનાર બીજો ખેલાડી બની શક્યો હોત, પરંતુ નજીકના કેટલાક લોકોના આગ્રહ બાદ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. આ દરમિયાન એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'રોહિતે મેલબર્ન ટેસ્ટ પછી પોતાનું મન બનાવી લીધું હતું. પરંતુ જો બહારથી આવેલા તેના શુભેચ્છકોએ તેને પોતાનો વિચાર બદલવા માટે દબાણ ન કર્યું હોત તો આપણે ઓસ્ટ્રેલિયામાં બીજી નિવૃત્તિ જોઈ શક્યા હોત.' રોહિતના આ નિર્ણયથી મુખ્ય કોચ ગૌતમ ગંભીર બિલકુલ ખુશ હતો નહી.