ત્યારે હું પણ રડી પડ્યો...' ભાવુક સંદેશ સાથે ગૌતમ ગંભીરે છોડી KKR, જુઓ વીડિયો

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Gautam Gambhir


Gautam Gambhir leaves KKR: ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને સુકાન સોંપવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024માં ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના તેઓ મેન્ટર હતા. જો કે ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમણૂક થતાં તેમણે આ જવાબદારીમાંથી વિદાય લીધી હતી. ટીમને અલવિદા કહેતા પહેલા ગૌતમ ગંભીરે તેના ચાહકોનો આભાર વ્યક્ત કરી સંદેશ આપ્યો હતો. 

જ્યારે તમે રડો છો, ત્યારે હું પણ રડું છું : ગંભીર 

ગંભીરે કેકેઆર છોડતાં કહ્યું, "જ્યારે તમે હસો છો, ત્યારે હું પણ હસું છું. જ્યારે તમે રડો છો, ત્યારે હું પણ રડું છું. જ્યારે તમારી જીત થાય છે, તો તે મારી મારી પણ જીત છે. જ્યારે તમારી હાર થાય છે, ત્યારે મારી પણ હાર થાય છે. જ્યારે તમે સ્વપ્ન જોવો છો, ત્યારે હું પણ તમારી સાથે સ્વપ્ન જોઉં છું. જ્યારે તમે કંઈક મેળવો છો, ત્યારે હું પણ કાંઈક મેળવું છું. મારો વિશ્વાસ તમારી સાથે છે, અને હું તમારો બની જાઉં છું, કોલકાતા હું તમારો છું. હું તમારામાંથી જ એક છું."

હું તમારો જ છું કોલકાતા, તમારામાંથી જ એક છું  : ગંભીર 

ગંભીરે તેના સંઘર્ષ વિશે વાત કરતાં કહ્યું કે, "હું તમારા સંઘર્ષ વિશે જાણું છું, અને મને એ પણ ખબર છે કે, ઈજા કેવી હોય છે. અસ્વીકાર કરવામાં આવે છે ત્યારે મને પણ દુખ થાય છે, પરંતુ હું આશાઓ સાથે ઉભો રહુ છું. હું દરરોજ હારનો સામનો કરું છું, પણ તમારી જેમ ક્યારેય હાર્યો નથી. તેઓ મને લોકપ્રિય બનવા માટે કહે છે, હું તેમને વિજેતા બનવા માટે કહું છું. હું તમારો જ છું કોલકાતા, હું તમારામાંથી જ એક છું."

હું પણ તમારી જેમ લાગણીશીલ છું  : ગંભીર 

કોલકાતાનો પવન મારી સાથે વાત કરે છે, અહીંના અવાજો, રસ્તાઓ, ટ્રાફિક જામ. આ બધું મને કહે છે કે, તમને કેવું લાગે છે. તમે જે કહો છો, તે હું સાંભળી શકું છું. પરંતુ, મને ખબર છે કે, તમારે શું જોઈએ છે. મને ખબર છે તમે ભાવુક છો, હું પણ તમારી જેમ લાગણીશીલ છું. કોલકાતા સાથે મારો એક અલગ સંબંધ છે, અમારી એક સ્ટોરી છે, અમે એક ટીમ છીએ.


Google NewsGoogle News