Get The App

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાને લઈને પહેલીવાર બોલ્યો ગૌતમ ગંભીર- કહ્યું મારા માટે ગર્વની વાત

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાને લઈને પહેલીવાર બોલ્યો ગૌતમ ગંભીર- કહ્યું મારા માટે ગર્વની વાત 1 - image


Image Source: Twitter

Gautam Gambhir Statement On Team India Head Coach Job: T20 વર્લ્ડ કપ 2024ની સાથે જ ટીમ ઈન્ડિયાના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. BCCIએ નવા હેડ કોચની તલાશ પણ શરૂ કરી દીધી છે. BCCIએ સોમવારે નવા હેડ કોચ માટે અરજી મંગાવી હતી. બીજી તરફ અરજી કરવાની અંતિમ તારીખ 27 મે હતી. 

ગંભીરનું નામ હેડ કોચની રેસમાં સૌથી આગળ

અહેવાલ પ્રમાણે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું નામ હેડ કોચની રેસમાં સૌથી આગળ છે. ગંભીરની મેન્ટરશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ફાઈનલ મુકાબલા બાદ ગૌતમ ગંભીર અને BCCI સચિવ જય શાહ વચ્ચે વાતચીત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગંભીરનું નામ લગભગ ફાઈનલ છે અને BCCI દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

મારા માટે ગર્વની વાત

હવે ગંભીરે પણ હેડ કોચ બનવા અંગે ગ્રીન સિગ્નલ આપી દીધી છે. ગંભીરે કહ્યું કે, મારા માટે ગર્વની વાત છે. ભારતીય ટીમને કોચિંગ આપવાથી મોટું કોઈ સમ્માન નથી. ગંભીરે અબુધાબીમાં એક ઈવેન્ટ દરમિયાન કહ્યું કે, હું ભારતીય ટીમનો કોચ બનવાનું પસંદ કરીશ. આપણી રાષ્ટ્રીય ટીમના કોચ પદનું પ્રતિનિધિત્વ કરવા સિવાય મોટું કોઈ સમ્માન નથી. જ્યારે તમે સમગ્ર વિશ્વમાં 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરો છો તો તેનાથી મોટું બીજું કંઈ નથી. હું ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ નહીં કરીશ, આ 140 કરોડ ભારતીયો છે જે ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરશે. 

ભારતનું શાનદાર ઈન્ટરનેશનલ કરિયર

ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. થોડા મહિના બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ગંભીરે ભારત તરફથી છેલ્લી ટેસ્ટ 2016માં ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમી હતી. ગંભીરે 58 ટેસ્ટ મેચોમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા જેમાં નવ સદી સામેલ છે.

ગંભીરે 147 ODIમાં 39.68ની એવરેજથી 5,238 રન બનાવ્યા છે. તેમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં રમાયેલી 97 રનની યાદગાર ઈનિંગ પણ સામેલ છે, જેના કારણે ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. વનડેમાં તેણે 11 સદીની ઈનિંગ્સ રમી હતી. ગંભીરે T20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી. તેણે 37 મેચમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા છે જેમાં તેની એવરેજ 27.41 રહી હતી. 


Google NewsGoogle News