Get The App

હું કોઈ હેડલાઇન આપવા નથી માંગતો પણ...', ધોની માટે આ શું બોલ્યો ગૌતમ ગંભીર! ફેન્સ ચોંક્યા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Gautam Gambhir Praises MS Dhoni Captaincy

Gautam Gambhir On MS Dhoni Captaincy: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટર ગૌતમ ગંભીર આઈપીએલ 2024 બાદ સતત ચર્ચામાં રહ્યા છે. તેને કોચ તરીકે કોલકાતા નાઈટ રાઈડર્સને 10 વર્ષ બાદ આઈપીએલ 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકે તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ સિવાય પણ 2007 અને 2011માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મીડિયા સાથે વાત કરતા ગંભીર એમ.એસ ધોનીની કેપ્ટનશીપના વખાણ કરતા જોવા મળ્યો હતો.

એમએસ ધોની વિશે ગંભીરે શું કહ્યું?

ગંભીરે ધોની વિશે કહ્યું કે, 'તેને પોતાની કારકિર્દી દરમિયાન ઘણાં કેપ્ટનના નેતૃત્વ હેઠળ રમયો છે. પરંતુ એમએસ ધોનીના કેપ્ટન તરીકેના કાર્યકાળ એ તેના શ્રેષ્ઠ ક્રિકેટ વર્ષો હતા. હું કોઇપણ હેડલાઇન આપવા માંગતો નથી. દરેકની પોતાની શક્તિ અને નબળાઈઓ હોય છે. મેં રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ ટેસ્ટ ક્રિકેટમાં અને સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ વનડે ક્રિકેટમાં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. અનિલ કુંબલેના નેતૃત્વમાં મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અને એમએસ ધોનીની કેપ્ટનશીપમાં મારો સારો તબક્કો રહ્યો હતો. સૌથી લાંબો સમય હું ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમ્યો. મને ધોની સાથે રમવાની અને જે રીતે તેને ટીમની કેપ્ટનશીપ કરી તેનો મને ખરેખર આનંદ આવ્યો હતો'.

ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

ગૌતમ ગંભીરે પોતાની કારકિર્દી ( 2004 થી 2016) દરમિયાન 58 ટેસ્ટ, 147 વનડે અને 37 T20 મેચ રમ્યા હતા. અને ગંભીરે વનડેમાં 5238, ટેસ્ટમાં 4154 અને T20માં 932 રન કર્યા હતા. વનડેમાં 11 અને ટેસ્ટમાં 9 સદી કરી હતી. 



Google NewsGoogle News