Get The App

ગૌતમ ગંભીર ભારતીય ટીમનો કોચ બનવા તૈયાર, પણ BCCI સામે મૂકી આ શરત

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ગૌતમ ગંભીર ભારતીય ટીમનો કોચ બનવા તૈયાર, પણ BCCI સામે મૂકી આ શરત 1 - image


Image Source: Twitter

Gauram Gambhir on India New Coach:  ગૌતમ ગંભીર ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર છે પરંતુ તેના માટે તેણે BCCI સામે એક શરત મૂકી છે. એક અહેવાલ પ્રમાણે જ્યારે ગંભીર કોચ માટે પોતાનું ફોર્મ ત્યારે જ સબમિટ કરશે જ્યારે BCCI એ સંકેત આપશે કે, તેને જ કોચ બનાવવામાં આવશે.  BCCI પણ ગંભીરને કોચ બનાવવા માટે ઈચ્છુક છે. ગંભીરના મેન્ટરશીપ હેઠળ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે તેની પ્રથમ IPL સિઝન 2022માં ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું.

બીજી તરફ આ સિઝનમાં ગંભીર KKRનો મેન્ટર છે અને તેણે ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી છે.આવી સ્થિતિમાં ગંભીરે પોતાની કોચિંગની ક્ષમતા આખી દુનિયાને બતાવી છે. અહેવાલ પ્રમાણે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈમાં BCCIના કેટલાક અધિકારીઓ ફાઈનલના દિવસે ગંભીર સાથે કોચ અંગે ચર્ચા પણ કરી શકે છે. BCCIએ કોચ માટે અરજી કરવાની અંતિમ તારીખ 27 મે રાખી છે. 

આ ઉપરાંત અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગંભીરે KKR ટીમના માલિક શાહરૂખ ખાન સાથે આ મુદ્દે કોઈ પણ વાત નથી કરી. જ્યાં સુધી BCCI દ્વારા તેમને કોચ અંગે કોઈ સ્પષ્ટ વાત કહેવામાં ન આવે ત્યાં સુધી તેઓ KKRના માલિક સાથે કોઈ વાત નહીં કરે.  

બીજી તરફ BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે, આ પદ માટે ભારતીય બોર્ડ અથવા તેમના વતી કોઈ ઓસ્ટ્રેલિયનનો સંપર્ક કરવામાં નથી આવ્યો અને મીડિયામાં જે અહેવાલો ચાલી રહ્યા છે તે ખોટા છે. જય શાહે શુક્રવારે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે આ અફવામાં કોઈ સત્ય નથી. પુરૂષ ક્રિકેટ ટીમ માટે BCCI નવા મુખ્ય કોચની શોધ કરી રહ્યું છે કારણ કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 13 મેના રોજ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય પુરૂષ ટીમના નવા મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી હતી, જેની અંતિમ તારીખ 28 મે છે. ભારતના આગામી મુખ્ય કોચની નિમણૂક પહેલી જુલાઈ 2024થી 31 ડિસેમ્બર 2027 માટે થશે. 


Google NewsGoogle News