વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે મોટા સમાચાર, રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર બન્યા નવા કોચ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ માટે મોટા સમાચાર, રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર બન્યા નવા કોચ 1 - image


Gautam Gambhir Appointed New Head Coach : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને નવી જવાબદારી આપવામાં આવી છે. ગૌતમ ગંભીરને BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. તેઓ રાહુલ દ્રવિડની જગ્યા લેશે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટ્વિટ કરીને સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનીય છે કે હાલમાં જ ટી 20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. તેમણે 2021માં હેડ કોચની જવાબદારી સંભાળી હતી. જોકે બાદમાં 2023માં તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 

ભારતનું શાનદાર ઈન્ટરનેશનલ કરિયર

ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. થોડા મહિના બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ગંભીરે  ભારત તરફથી છેલ્લી  ટેસ્ટ 2016માં ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમી હતી. ગંભીરે 58  ટેસ્ટ મેચોમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા જેમાં નવ સદી સામેલ છે. 

ગંભીરે વર્લ્ડ કપ-2011માં યાદગાર ઈનિંગ રમી હતી

ગંભીરે 147 ODIમાં 39.68ની એવરેજથી 5,238 રન બનાવ્યા છે. તેમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં રમાયેલી 97 રનની યાદગાર ઈનિંગ પણ સામેલ છે, જેના કારણે  ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. વનડેમાં તેણે 11 સદીની ઈનિંગ્સ રમી હતી. ગંભીરે  T20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી. તેણે 37 મેચમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા છે જેમાં તેની એવરેજ 27.41 રહી હતી. 

આ પણ વાંચો : સંન્યાસ બાદ સ્ટાર ક્રિકેટરનો ચાહકોને સંદેશ, રમશે આગામી ICC ટુર્નામેન્ટ, કરી ભાવુક પોસ્ટ

ગંભીરના માર્ગદર્શન હેઠળ KKR ટીમ IPL ચેમ્પિયન બની હતી

IPL-2024 પહેલાં જ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર બની ગયો હતો. આ પછી તેણે પોતાની મેન્ટરશિપ હેઠળ KKR ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.

આ પણ વાંચો : બુમરાહ અને સ્મૃતિ માંધાનાને ડબલ જેકપોટ! શ્રેષ્ઠ દેખાવ બદલ ICCએ આપ્યો ઍવોર્ડ


Google NewsGoogle News