IND vs AUS : ફાઈનલમાં હાર બાદ ગંભીર-સેહવાગે કર્યો ટીમને સપોર્ટ, લખ્યું માથું ઊંચું રાખો બોયઝ...આપણે ચેમ્પિયન છીએ
ભારતીય ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકતા 12 વર્ષ બાદ ફરી વર્લ્ડ જીતવાનું સપનું તુટી ગયું
હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા પર નિરાશા જોવા મળી હતી
Gambhir-Sehwag boosted the morale of Team India : વર્લ્ડ કપ 2023 ભારતીય ટીમ હારી જતાં ત્રીજી વખત ચેમ્પિયન બનાવાનું સપનું રોળાયું છે અને ક્રિકેટના કરોડો ચાહકો સાથે ખેલાડીઓનું પણ મનોબળ તુટી ગયું હતું અને ફાઈનલમાં મળેલી હારથી ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા ત્યારે ગંભીર અને સેહવાગે ટીમને સપોર્ટ કરીને મનોબળ વધાર્યું હતું.
ગંભીર-સેહવાગ ભારતીય ટીમનું મનોબળ વધાર્યું
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયનને છાજે તેવું પ્રદર્શન કરીને ભારતને છ વિકેટે પરાજય આપ્યો હતો અને છઠ્ઠી વખત વિશ્વ વિજેતા ટીમ બની હતી. ભારતીય ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકતા 12 વર્ષ બાદ ફરી વર્લ્ડ જીતવાનું સપનું તુટી ગયું હતું અને આ હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. જો કે ભારતની 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટીમના સપોર્ટમાં આવ્યા હતા અને તેમણે ટીમનું x (અગાઉનું ટ્વીટર) પર આ રીતે મનોબળ વધાર્યું હતું.
આપણે ચેમ્પિયન છીએ : ગંભીર
વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમાનાર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે 'X' (અગાઉ ટ્વિટર) પર ટીમ ઈન્ડિયા માટે લખ્યું હતું કે 'જેમ મેં કહ્યું છે, આપણે ચેમ્પિયન છીએ, તો તમારું માથું ઊંચું રાખો બોયઝ... ઓસ્ટ્રેલિયાને ખૂબ-ખૂબ અભિનંદન.
કમનસીબે ફાઇનલમાં આપણે વિજય રેખા પાર કરી ન શક્યા : સેહવાગ
આ ઉપરાંત પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે X' (અગાઉ ટ્વિટર) પણ ટીમને સપોર્ટ કરતા લખ્યું હતું કે વર્લ્ડ કપ જીતવા પર ઓસ્ટ્રેલિયાને ખૂબ ખૂબ અભિનંદન. ફાઈનલના દિવસે તે શ્રેષ્ઠ ટીમ હતી. ટ્રેવિસ હેડ એકદમ અકલ્પનીય હતો, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ હતો. ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઇનલ અને વર્લ્ડ કપ ફાઇનલમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇનિંગ રમી અને મેચ પૂરી કરી. ઈજાના કારણે વર્લ્ડ કપના પ્રારંભિક ભાગમાં તે રમી ન શક્યો તેમ છતાં તેને ટીમમાં રાખવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય એક શાનદાર નિર્ણય હતો. આપણા ખેલાડીએ સમગ્ર ટુર્નામેન્ટમાં જે પ્રયત્નો કર્યા તેના માટે આપણે માથું ઊંચું રાખી શકીએ છીએ. તેઓએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન આપણને ઘણી ખુશીની ક્ષણો આપી પરંતુ દુર્ભાગ્યવશ તે ફાઇનલમાં વિજયની રેખા પાર કરી શક્યા નહીં.