BCCIના હેડ કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી, છેતરપિંડીના કેસમાં ફરી તપાસ કરવાનો આદેશ
Gautam Gambhir Fraud Case: દિલ્હીની એક અદાલતે પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કરવાના આદેશને ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે ગંભીરની ભૂમિકા અંગે વધુ તપાસ જરૂરી છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગને 29 ઓક્ટોબરે આ ચુકાદો સંભળાવ્યો હતો.
આ મામલો રિયલ એસ્ટેટ કંપનીઓ રૂદ્ર બિલ્ડવેલ, એચઆર ઇન્ફ્રાસિટી અને યુએમ આર્કિટેક્ચર્સ સાથે જોડાયેલ છે. આ કંપનીઓ અને તેમના ડિરેક્ટરો પર ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ છે. કોર્ટે કહ્યું કે, ગંભીર સામેના આરોપોની ગંભીરતાને જોતા તેમની ભૂમિકા વિશે વધુ તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો : એક બોલ પર 10 રન..., બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચમાં બની રહસ્યમયી ઘટના!
કોર્ટ ફ્રોડ કેસમાં નવી તપાસના આદેશ આપ્યા
હકીકતમાં વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગને 29 ઓક્ટોબરના તેમના આદેશમાં લખ્યું હતું કે, તેઓ એકમાત્ર એવા આરોપી છે કે, તેમનો રોકાણકારો સાથે સીધો સંપર્ક હતો, કારણ કે તે રૂદ્ર બિલ્ડવેલ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં એવો કોઈ ઉલ્લેખ નથી, કે ગંભીરને કંપની પાસેથી 4.85 કરોડ રૂપિયા મળ્યા અને તેણે 6 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
ન્યાયાધીશે કહ્યું કે, ચાર્જશીટમાં એ સ્પષ્ટ નથી કે, શું ગંભીરને પરત કરવામાં આવેલી રકમમાં કોઈ છેતરપિંડી થઈ છે કે શું.? આ નાણાં રોકાણકારો પાસેથી મળેલા નાણાં સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, આ મામલો છેતરપિંડી સાથે જોડાયેલો હોવાથી ચાર્જશીટમાં જણાવવું જરૂરી હતું કે, શું ગંભીરને છેતરપિંડીના નાણાંનો કોઈ હિસ્સો મળ્યો હતો.
આ પણ વાંચો : Watch : અયોધ્યામાં લેસર-લાઈટ શોના અદભુત ફોટો-વીડિયો આવ્યા સામે, જોઈને ગદગદિત થઈ જશો
ગંભીર કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર હતો
અદાલતે કહ્યું કે, ગંભીરે બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભૂમિકા સિવાય કંપની સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા અને તે 29 જૂન 2011 અને 1 ઓક્ટોબર 2013 દરમિયાન આ. ડિરેક્ટર હતા. તેથી જ્યારે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ અધિકારી હતા. આ કેસમાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે, ફરિયાદીઓએ પ્રોજેક્ટ્સમાં ફ્લેટ બુક કરાવ્યા હતા અને જાહેરાતો અને બ્રોશર દ્વારા લાલચ આપીને રૂ. 6 લાખથી 16 લાખની વચ્ચે ચૂકવણી કરી હતી.