USAના આ સ્ટાર ખેલાડીની જલ્દી જ IPLમાં થશે એન્ટ્રી? ત્રણ ટીમોને ખરીદવામાં રસ પડી શકે
Saurabh Netravalkar: T20 વર્લ્ડ કપ-2024માં ભારતીય મૂળના અમેરિકાના બોલર સૌરભ નેત્રવલકરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન અને ભારત સામેની મેચમાં તેને ઘણી વિકેટો મેળવી હતી. ભારત સામેના મેચમાં તેને પહેલા જ બોલ પર વિરાટ કોહલીની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. નેત્રવલકરના શાનદાર પ્રદર્શન બાદ આગામી આઈપીએલમાં તેને સ્થાન મળી શકે છે. આ સ્થિતિમાં તે આગામી વર્ષ માટે કઈ ટીમનો ભાગ બની શકે તેના પર ચર્ચા છંછેડાઇ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં હંમેશા સારા પ્રદર્શન કરનારા ઝડપી બોલરોની જરૂરિયાત રહે છે. આ ઉપરાંત કોહલી સામે તેનો સામનો થઇ ચુક્યો છે. તેથી કોહલી ચોક્કસપણે ઈચ્છશે કે નેત્રાવલકર જેવો બોલર તેની ટીમનો ભાગ બને. ફ્રેન્ચાઇઝી કોહલીના અનુભવને ધ્યાનમાં રાખીને સૌરભ નેત્રવલકરને ટીમમાં લઇ શકે છે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ ટીમનો ઈતિહાસ રહ્યો છે કે તે હંમેશા નવા ખેલાડીઓ પર વિશ્વાસ રાખીને તેમને તક આપે છે. જો ફ્રેન્ચાઇઝી સૌરભ નેત્રવલકર પર બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કરે તો નવાઈ નહી.
ચેન્નઈ સુપર કિંગ્સ
ધોનીના વડપણ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ હંમેશા અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ રાખતી આવી છે. સૌરભ નેત્રવલકરની ઉમર 32 વર્ષની છે. બોલિંગ દરમિયાન તેનો અનુભવ દેખાઈ રહ્યો હતો. એવામાં પૂરી સંભાવના છે કે ફ્રેન્ચાઇઝી આગામી સમયમાં નેત્રવલકરને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. નેત્રવલકરે T20 ફોર્મેટમાં કુલ 30 મેચો રમી છે. 30 ઇનિંગસમાં 20.03ની સરેરાશથી 31 સફળતા મેળવી છે. નેત્રવલકરે 12 રન આપીને 5 વિકેટ લઈને આ વખતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું