Get The App

નીતિશ રેડ્ડીની સેન્ચુરી સાથે જ ઈમોશનલ થયા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને દિગ્ગજ ક્રિકેટર

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
નીતિશ રેડ્ડીની સેન્ચુરી સાથે જ ઈમોશનલ થયા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને દિગ્ગજ ક્રિકેટર 1 - image

Ravi Shastri got emotional on Nitish Reddy century : ઓસ્ટ્રેલિયા સામે હાલ રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય બેટર નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. નીતિશે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. નીતિશની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની આ પહેલી સદી હતી. જ્યારે નીતિશે સ્કોટ બોલેન્ડના બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં હાજર રવિ શાસ્ત્રી અને ઈરફાન પઠાણ આનંદથી ઉછળી પડ્યા હતા.

ભૂતપૂર્વ કોચ રવી શાસ્ત્રી થયા ભાવુક

આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવી શાસ્ત્રી ભાવુક થઇ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, 'આ આંખોમાં સદી ફટકારી તેના આંસુ છે. માત્ર તેના પિતા જ નહીં મને લાગે છે કે અહીં હાજર પૂરા ક્રાઉડની આંખોમાં આંસુ આવી ગયા હશે.' હકીકતમાં નીતિશની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ પહેલી સદી હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીના પિતા મુત્યાલા પણ સ્ટેન્ડમાં હાજર હતા. નીતિશની સદી બાદ તેના પિતા પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા અને નીતિશના પિતાની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. પુત્રની સદી બાદ તેણે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : મેલબર્નમાં નીતિશે કર્યું ફિલ્મી સેલિબ્રેશન, પુષ્પા બાદ બાહુબલી સ્ટાઇલની ઉજવણી વાઈરલ

નીતિશની શાનદાર ઇનિંગે ભારતને સંકટમાંથી ઉગાર્યું

આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ભારતે 191ના સ્કોર પર 6 વિકેટે ગુમાવી દીધી હતી અને ફોલોઓનનો ખતરો હતો. પરંતુ નીતિશની શાનદાર ઇનિંગે ભારતને સંકટમાંથી ઉગારી લીધું. નીતિશે વોશિંગ્ટન સુંદર સાથે મળીને આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે જ ભારતીય ટીમ ફોલોઓનથી બચાવવામાં સફળ રહી હતી.નીતિશ રેડ્ડીની સેન્ચુરી સાથે જ ઈમોશનલ થયા ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને દિગ્ગજ ક્રિકેટર 2 - image



Google NewsGoogle News