પૂર્વ સ્ટાર ક્રિકેટરને નડ્યો ગંભીર અકસ્માત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ગત વર્ષે જ લીધો હતો ક્રિકેટમાંથી સંન્યાસ

શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને બન્યા ગંભીર અકસ્માતનો શિકાર

શ્રીલંકાના અનુરાધાપુરામાં થિરિમાનેની કાર એક મિની ટ્રક સાથે અથડાઈ હતી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
પૂર્વ સ્ટાર ક્રિકેટરને નડ્યો ગંભીર અકસ્માત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ગત વર્ષે જ લીધો હતો ક્રિકેટમાંથી સંન્યાસ 1 - image


Lahiru Thirimanne: શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને 14 માર્ચની સવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. થિરિમાનેની કાર શ્રીલંકાના અનુરાધાપુરામાં એક મિની ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત પછી તરત જ, ત્યાં હાજર લોકોએ થિરિમાનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જેમાં હાલ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. થિરિમાને સાથે કારમાં એક વ્યક્તિ હાજર હતો જેને પણ તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તે પણ સંપૂર્ણ સ્વસ્થ છે.

લિજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફીમાં રમી રહ્યા હતા થિરિમાને 

લાહિરુ થિરિમાને હાલમાં લિજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફીમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમી રહ્યા છે. તેમણે 2023માં ODI વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેમાં તેમના નિર્ણયનું સૌથી મોટું કારણ ટીમ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી હતી. થિરિમાને શ્રીલંકા માટે ત્રણ વખત T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ રહી ચૂક્યો છે, જેમાંથી 2014માં જ્યારે શ્રીલંકાની ટીમે T20 ટ્રોફી જીતી હતી ત્યારે થિરિમાને પણ ટીમમાં હાજર હતા.

આવું રહ્યું છે તેમનું ઈન્ટરનેશનલ કરિયર 

શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાનેના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેમણે 44 ટેસ્ટ મેચ, 127 વનડે અને 26 T20 મેચ રમવાની તક મળી હતી. થિરિમાનેને શ્રીલંકા તરફથી 2 વન ડે વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે. આ સિવાય તેણે 5 ODI મેચોમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. થિરિમાનેએ ટેસ્ટમાં 2088 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 3 સદીની ઈનિંગ્સ છે, આ સિવાય થિરિમાનેએ વનડેમાં 3164 રન બનાવ્યા છે જ્યારે T20 ઈન્ટરનેશનલમાં થિરિમાને 291 રન બનાવ્યા છે.

પૂર્વ સ્ટાર ક્રિકેટરને નડ્યો ગંભીર અકસ્માત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ગત વર્ષે જ લીધો હતો ક્રિકેટમાંથી સંન્યાસ 2 - image


Google NewsGoogle News