'જો પહલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ નથી તો શહબાઝ શરીફે તેની નિંદા કેમ ના કરી?', પાક. ક્રિકેટરનું સ્ફોટક નિવેદન
Pahalgam Terror Attack, Danish Kaneria : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) આતંકવાદીઓએ પર્યટકો પર હુમલા કર્યો હતો. આતંકી હુમલામાં 28 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પહલામમાં આતંકી હુમલાને લઈને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાના દેશના વડાપ્રધાન પર સવાલો ઉઠાવતું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે.
'તમને શરમ આવવી જોઈએ...'
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'જો પહલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી, તો વડાપ્રધાન શહબાઝ શરીફે હજુ સુધી કોઈ નિંદા કેમ નથી કરી? તમારી સેના અચાનક હાઈ ઍલર્ટ પર કેમ છે? કારણ કે અંદરથી તમે હકિકત જાણો છો. તમે આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છો અને પોષણ આપી રહ્યા છો. તમને શરમ આવવી જોઈએ.'
તમને જણાવી દઈએક કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે આતંકવાદીઓએ ગોળી બાર કર્યો હતો. જેમાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. પહલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. જ્યારે ક્રિકેટર પણ હુમલાને લઈને ગુસ્સામાં છે.
IPL 2025માં આજે બુધવારે (23 એપ્રિલ, 2025) હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે મેચ છે. આ મેચ સનરાઈઝ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં આજે પહલગામ આતંકી હુમલામાં મોત થયેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે એક મિનિટમાં મૌન રાખવામાં આવ્યું હતું. જેમાં મેચમાં તમામ ખેલાડીઓ હાથે કાળી પટ્ટી બાંધેલી જોવા મળ્યા હતા. મેચ દરમિયાન આતશબાજી નહી થાય.