હવે તારી ઉંમર થઇ...' સતત ફ્લોપ થઇ રહેલા બાબરને દિગ્ગજ ક્રિકેટરે આપી વણમાગી સલાહ
Former Pakistani Cricketer Basit Ali Advice To Babar Azam: તાજેતરમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે યોજાયેલી ટેસ્ટ સીરિઝમાં પાકિસ્તાનને 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના તમામ ખેલાડીઓની ભારે ટીકા થઈ હતી. તેમાં પણ ખાસ કરીને ટીમના સ્ટાર બેટર બાબર આઝમે આ સીરિઝ દરમિયાન કરેલા નિરાશાજનક પ્રદર્શનને કારણે હાલમાં ખૂબ ચર્ચામાં છે. હવે બાબરના ખરાબ પ્રદર્શનને લઈને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી બાસિત અલીએ બાબરને લગ્ન કરી લેવાની સલાહ આપી છે.
લગ્ન કરીલે ભાઈ તારી ઉંમર વધી ગઈ છે
બાસિત અલીએ બાબરને લગ્ન કરવાની સલાહ આપતા પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, 'બાબર આઝમ તું તારા માતા-પિતા સાથે વાત કર અને ફટાફટ હવે લગ્ન કરી લે. કારણ કે લગ્ન પછી તું સંપૂર્ણ માણસ બની જઈશ. હું બાબરના માતા-પિતાને તેના જલ્દી લગ્ન કરાવી દેવા માટે વિનંતી કરું છું. એક મોટા ભાઈ તરીકે તેઓ બાબરને કહે કે, લગ્ન કરીલે ભાઈ તારી ઉંમર વધી ગઈ છે.' હવે બાબર આઝમ બાસિતની આ સલાહનો કેટલો અમલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે બાબરને લગ્ન કરવાની સલાહ આપવામાં આવી હોય. તેને લોકો વારંવાર લગ્ન કરવા માટે સલાહ આપતા રેહતા હોય છે.
Former test player Basit Ali says that 🗣
— Kashif Malik (@SportsK89857) September 7, 2024
"Babar Azam, talk to your parents and get married, you will become a different person if you get married. I understand what it feels like when a player doesn't perform."
.#BabarAzam #BasitAli | #pakistancricket pic.twitter.com/7MUROYTiKv
આ પણ વાંચો: 'પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સંચાલન જોકરના હાથમાં..' PCB પર બરાબરનો ભડક્યો દિગ્ગજ ખેલાડી
સતત 16 ટેસ્ટ ઇનિંગ્સમાં ફ્લોપ
બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પાકિસ્તાનને બાબર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ સીરિઝ દરમિયાન બાબરનું બેટ ચાલ્યું ન હતું. 2 મેચની 4 ઇનિંગ્સમાં નિરાશજનક દેખાવ કરતા બાબરે માત્ર 64 રન બનાવ્યા હતા, જેમાં ગોલ્ડન ડક પણ સામેલ છે. 2023ના વનડે વર્લ્ડકપ પછી પણ બાબરે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ટેસ્ટ સીરિઝમાં પણ ખાસ પ્રદર્શન કર્યું ણ હતું. કારમી હાર સાથે પાકિસ્તાને આ સીરિઝ 0-3થી ગુમાવી હતી. બાબર સતત 16 ટેસ્ટ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો છે. જેમાં તે એક અડધી સદી પણ બનાવી શક્યો નથી.