Get The App

શમીની ભાષા બહુ ખરાબ હતી, 300 દિવસ રડવાનો વારો આવશે : પૂર્વ પાકિસ્તાની ખેલાડી

Updated: Jul 23rd, 2024


Google News
Google News
શમીની ભાષા બહુ ખરાબ હતી, 300 દિવસ રડવાનો વારો આવશે : પૂર્વ પાકિસ્તાની ખેલાડી 1 - image
Image : IANS ( File pic)

Basit Ali on Mohammed Shami: ભારતના ઘાકડ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ના એક નિવેદનને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે નારાજગી વ્યક્ત કરી છે. શમીના નિવેદનની આકરી પ્રતિક્રિયા આપતા પાક.ના પૂર્વ ક્રિકેટર કહ્યું હતું કે 'શમીની ભાષા બહુ ખરાબ હતી અને તેને 300 દિવસ રડવાનો દિવસ રડવાનો વારો આવશે.'

બાસિત અલીએ શમીના શબ્દોને વખોડ્યો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી (Basit Ali)એ ભારતીય ફાસ્ટ બોલર શમીના શબ્દોને વખોડ્યો છે. અને શમીની ભાષાને બહુ ખરાબ ગણાવી છે. પૂર્વ પાકિસ્તાની બેટરે વધુમાં કહ્યું કે 'ભારતીય ફાસ્ટ બોલરે તેના શબ્દો યોગ્ય રીતે પસંદ કરવા જોઈતા હતા.'  બાસિતે પોતાની યુટ્યુબ ચેનલ પર શમીના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું, 'જો તમને લાગે કે ઇન્ઝમામ ભાઈએ કંઈક ખોટું કહ્યું છે, તો તેને સારા શબ્દોમાં કહો. તેમને (ઇન્ઝમામ) કાર્ટૂન વગેરે ન કહો. થોડો આદર આપો. તે સીનિયર ક્રિકેટર છે. તમારે સીનિયર્સનું સન્માન કરવું જોઈએ. જો તમે આવું નહીં કરો તો ક્રિકેટ તમને (શમી) 365માંથી 300 દિવસ રડાવી દેશે અને માત્ર 65 દિવસ જ ખુશ રાખશે. મહેરબાની કરીને આ ન કરો, આ એક વ્યક્તિગત વિનંતી છે.' 

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયામાં નથી મળી રહ્યો મોકો, જલ્દી જ સંન્યાસ લઈ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડી

શું કહ્યું હતું શમીએ?

ઉલ્લેખનીય છે કે શમીએ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ભારતીય બોલરો દ્વારા બોલ ટેમ્પરિંગના ઇન્ઝમામ-ઉલ-હક (Inzamam-ul-Haq)ના પાયાવિહોણા આરોપો પર ટિપ્પણી કરતા તેને 'કાર્ટૂનગીરી' ગણાવી હતી. ઈંઝમામે T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગના પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. ઈન્ઝમામે એમ પણ કહ્યું હતું કે 'ભારત સામેની મેચમાં અમ્પાયરોએ વધુ સતર્ક રહેવું જોઈતું હતું અને તેમણે બોલને સતત ચેક કરતા રહેવું જોઈતું હતું કારણ કે બોલ ટેમ્પરિંગ વગર આટલી સ્વિંગ શક્ય નથી.' શમીએ ઈન્ઝમામના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેને કાર્ટૂનગીરી ગણાવી હતી. ઉપરાંત શમીએ કહ્યું હતું કે 'પાકિસ્તાનના સિલેક્ટર વ્યક્તિગત સંબંધોના આધારે ટીમની પસંદગી કરે છે. તેઓએ રમતને સુધારવા માટે પસંદગી પ્રક્રિયામાં સુધારો કરવો જોઈએ.'

આ પણ વાંચો : લ્યો બોલો...! ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગલી ક્રિકેટના નિયમ; સિક્સર પર પ્રતિબંધ, બેટ્સમેન OUT ગણાશે

શમીની ભાષા બહુ ખરાબ હતી, 300 દિવસ રડવાનો વારો આવશે : પૂર્વ પાકિસ્તાની ખેલાડી 2 - image

Tags :
former-pakistan-cricketerbasit-alimohammed-shamicartoonish-wordsinzamam-ul-haqPCBBCCIICCCricket-News

Google News
Google News