Get The App

તું રમે છે ઓછું, બોલે છે વધારે; કોહલી પાસેથી કંઈ શીખ, પૂર્વ પાકિસ્તાની કેપ્ટનની બાબરને સલાહ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
તું રમે છે ઓછું, બોલે છે વધારે; કોહલી પાસેથી કંઈ શીખ, પૂર્વ પાકિસ્તાની કેપ્ટનની બાબરને સલાહ 1 - image

Younis Khan Advised Babar Azam : પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ તેના ખરાબ પ્રદર્શનને લઈને ખૂબ ટીકાનો સામનો કરી રહ્યો છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન યુનિસ ખાને બાબરને પોતાના ફોર્મમાં પાછા ફરવા માટે એક મહત્વપૂર્ણ  સલાહ આપી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓ એ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પાસેથી શીખવું જોઈએ.   

પાકિસ્તાનમાં એક કાર્યક્રમ દરમિયાન યુનિસ ખાને કહ્યું હતું કે, 'પાકિસ્તાની ખેલાડીઓ પોતાના પ્રદર્શન પર ધ્યાન આપવા કરતા વાતો વધારે કરે છે. યુનિસે બાબરની કેપ્ટનશીપને લઈને જણાવ્યું હતું કે, બાબરને મારી ફક્ત એક જ સલાહ છે કે, તેણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેણે પોતાની રમતમાં સુધારો કરવો જોઈએ, બાબર આઝમને કેપ્ટન બનાવવામાં આવ્યો કારણ કે, તે એ સમયે સૌથી શ્રેષ્ઠ ખેલાડી હતો. જયારે ટીમના સર્વશ્રેષ્ઠ ખેલાડીને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે હું ત્યાં જ હતો, જો બાબર અને અન્ય ખેલાડીઓ મેદાન પર સારું પ્રદર્શન કરશે તો પરિણામ સારું જ આવશે, મેં જોયું છે કે આપણા ખેલાડીઓ પ્રદર્શન કરવા કરતા વાતો વધારે કરે છે.'              


યુનિસ ખાને વધુમાં કહ્યું હતું કે, 'બાબરે નાની ઉંમરમાં ઘણું હાંસિલ કરી લીધું છે, પરંતુ તેને એ જાણવાની જરૂર છે કે, તે ભવિષ્યમાં શું કરવા માંગે છે. કેપ્ટનશીપ નાની વસ્તુ છે, પ્રદર્શન મહત્ત્વનું છે. વિરાટ કોહલીને જુઓ, તેણે પોતે જ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો, અને હવે તે વિશ્વભરમાં રેકોર્ડ તોડી રહ્યો છે. આ દર્શાવે છે કે દેશ માટે રમવું એ પ્રાથમિકતા હોવી જોઈએ, અને પછી જો કોઈ ઉર્જા બાકી હોય તો તમારા માટે રમો.'

ગયા વર્ષના વનડે વર્લ્ડકપ બાદ બાબર આઝમની જગ્યાએ યુવા ઝડપી બોલર શાહીન આફ્રિદીને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. જો કે આ વર્ષના T20 વર્લ્ડકપ પહેલા બાબર ફરી ટીમનો કેપ્ટન બન્યો હતો.                    


Google NewsGoogle News