8273 રન ફટકાર્યા અને 421 વિકેટ ઝડપી, ટીમમાંથી થયો બહાર, સ્ટાર ઑલરાઉન્ડર ટ્રક ચલાવવા મજબૂર
iMAGE : 'X' |
Chris Cairns : ક્રિકેટની દુનિયામાં ઘણાં એવા ક્રિકેટરો આવ્યા અને જતા રહ્યા કે જેમણે ક્રિકેટમાં પોતાનું યોગદાન તો આપ્યું પરંતુ તેઓ એટલા પ્રખ્યાત ન થયા. દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે આખી દુનિયા તેને ઓળખતી હોય. એક સમયે વિશ્વના સૌથી ખતરનાક ઓલરાઉન્ડરમાના એક ન્યૂઝીલેન્ડના ક્રિસ ક્રેન્સની ક્રિકેટ કારકિર્દી અચાનક જ ખતમ જવાથી તે આર્થિક રીતે પાયમાલ થઇ ગયો હતો. હકીકતમાં તેનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું. જેને લઈને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે ટ્રક ચલાવવા અને બસ સાફ કરવા જેવી કામગીરી પણ કરવી પડી.
ક્રિસ ક્રેન્સ લગભગ 15 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. તેણે સન 1989માં ઓસ્ટ્રેલિયા સામે પોતાનું પર્થમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2006માં છેલ્લી વખત તેણે T20 મેચ રમી હતી. ક્રિસે ન્યૂઝીલેન્ડ માટે 62 ટેસ્ટ, 215 વનડે અને 2 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 3320 રન બનાવવા ઉપરાંત 218 વિકેટ પણ લીધી હતી. વનડેમાં 4950 રન બનાવ્યા અને 201 વિકેટ લીધી હતી. 2 T20 મેચ રમીને તેણે 3 રન બનાવ્યા અને 1 વિકેટ પણ લીધી.
ક્રિસ ક્રેન્સની કારકિર્દીમાં મુશ્કેલીઓ આવવાની શરૂઆત ત્યારે થઇ જયારે તેનું નામ મેચ ફિક્સિંગ આવ્યું હતું. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના હાલના કોચ બ્રેન્ડન મેક્કુલમે ICCના એન્ટી-કરપ્શન યુનિટ સામે ક્રિસને સંબંધિત નિવેદન આપ્યું હતું. 2014માં ફિક્સિંગમાં દોષિત ઠરેલા લૂ વિન્સેન્ટે પણ ક્રિસ ક્રેન્સનું નામ પણ લીધું હતું. ફિક્સિંગમાં તેનું નામ આવ્યા બાદ ક્રિસને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. અને તેની કારકિર્દી ડૂબી ગઈ હતી. જો કે કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. પરંતુ તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.
પોતાના પર લાગેલા ફિક્સિંગના આરોપોને ખોટા સાબિત કરવા માટે ક્રિસે ઘણાં લાંબા સમય સુધી પોતાનો કેસ લડ્યો હતો. જેમાં તેણે કમાયેલા પૈસા જતા રહ્યા હતા. અને તેનો બિઝનેસ પણ ઠપ થઇ ગયો હતો. છેલ્લે ક્રીસ પાસે ગુજરાન ચલાવવા અને પૈસા ન હોવાને કારણે આખરે તે ટ્રક ચલાવવા મજબૂર બન્યો હતો. આ સિવાય તેણે ન્યૂઝીલેન્ડના શેલ્ટરની બસોને સાફ કરવાનું પણ કામ કર્યું હતું.