ભારતીય મૂળના પૂર્વ રાષ્ટ્રીય હોકી ખેલાડી અજીત સિંહ ગિલનું 95 વર્ષની વયે નિધન
અજીત સિંહની દયાળુ અને અથક ભાવનાએ ઘણાં લોકોને પ્રેરિત કર્યા
ગિલે વર્ષ 1956માં યોજાયેલી મેલબર્ન રમતોમાં ભાગ લીધો હતો
Image : Social Media |
Ajit Singh Gill Dies At the Age Of 95 : સિગાપોરના સૌથી વરિષ્ઠ ઓલિમ્પિયન અને ભારતીય મૂળના પૂર્વ રાષ્ટ્રીય હોકી ખેલાડી અજીત સિંહ ગિલનું ગઈકાલે 95 વર્ષની ઉંમરે કિડની ફેલ થવાના કારણે નિધન થયું હતું. મળેલા અહેવાલો મુજબ 1956 મેલબર્ન રમતોમાં ભાગ લેનારા અજીત સિંહના પરિવારમાં તેમની 92 વર્ષીય પત્ની સુરજીત કૌર, પાંચ બાળકો, 10 પૌત્રો અને 5 પ્રપૌત્રો છે.
અજીત સિંહની દયાળુ અને અથક ભાવનાએ ઘણાં લોકોને પ્રેરિત કર્યા
રમત જગતમાં અજીત સિંહનું પરિવાર અને તેમનાં મિત્રો તેમને એક રમતપ્રેમી વ્યક્તિ તરીકે તેમને યાદ કરે છે, જેમની દયાળુ અને અથક ભાવનાએ ઘણાં લોકોને પ્રેરિત કર્યા છે. અજીત સિંહના સૌથી મોટા દીકરાએ કહ્યું, “ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મારા પિતા પડી ગયા હતા જેના કારણે તેમને કમરમાં ઈજા થઇ હતી, પરંતુ ત્રણ મહિનામાં તે ઠીક થઇ ગયા હતા. જો કે બાદમાં કિડની ફેલ થવાના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું.” સિંગાપોર નેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના અધ્યક્ષ ગ્રેસ ફૂએ કહ્યું, “ હું ગિલના મૃત્યુના સમાચારથી ખુબ જ દુખી છું. અજિત તેમના સમયના પ્રખર ખેલાડી હતા. તેઓ તેમના સ્પર્ધાત્મક રમત કરિયર પછી સિંગાપોર રમતોમાં સક્રિય રહ્યા અને ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે.”
“તે એવા વ્યક્તિ હતા જે 90 વર્ષની વયે પણ ખૂબ જ સક્રિય હતા”
સિંગાપોર હોકી ફેડરેશનના અધ્યક્ષ મથાવન દેવદાસે કહ્યું, “હું તેમને 50 વર્ષથી પણ વધુ સમયથી ઓળખું છું કારણ કે તેઓ એક સ્કૂલ શિક્ષક હતા. તેઓ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તે એવા વ્યક્તિ હતા જે 90 વર્ષની વયે પણ ખૂબ જ સક્રિય હતા, હજુ પણ ગોલ્ફ રમતા હતા અને તે હંમેશા ઇવેન્ટ્સમાં આવવા, ખેલાડીઓ સાથે વાત કરવા અને તેમના અનુભવો શેર કરવા માટે ઉપલબ્ધ હતા, તે એક પ્રેરણા હતા.”