કોચ અને જીતને કોઈ સંબંધ નથી...: ગૌતમ ગંભીરને કોચ બનાવવા મુદ્દે કેમ ભડક્યો ભારતનો પૂર્વ દિગ્ગજ
Sanjay Manjrekar On Indian Team Coach: T20 વર્લ્ડકપ 2024 બાદ ગૌતમ ગંભીરને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવાયો હતો. ગંભીરના કોચ બનતા પહેલા ઘણી ચર્ચાઓ થઈ હતી. ગંભીરને ટીમનો આગામી મુખ્ય કોચ બનાવવા બદલ ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ખૂબ પ્રશંસા કરી હતી. ગંભીર પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ રહેલા રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ 2024 બાદ સમાપ્ત થયો હતો.
આપણે એ વિચારવાનું બંધ કરવું જોઈએ
પરંતુ હવે આ બધા વખાણ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સંજય માંજરેકર ગુસ્સે થતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા એક્સ(ટ્વીટર) પર સંજય માંજરેકરે કહ્યું હતું કે, કોઈ કોચ નહી, લાલચંદ રાજપૂત, ગેરી કર્સ્ટન અને દ્રવિડ. જ્યારે ભારતે 1983, 2007, 2011 અને 2013માં વર્લ્ડકપ જીત્યો ત્યારે ટીમના કોચ. તે ખરેખર ભારતીય ક્રિકેટ વિશે છે, કોચ કોણ છે તે નહીં. હવે સમય આવી ગયો છે કે આપણે એ વિચારવાનું બંધ કરીએ કે સીધો સંબંધ છે." જો કે, માંજરેકરે કોના વિશે આ કહ્યું તે સ્પષ્ટ કર્યું નથી.
આ પણ વાંચો: ઓલિમ્પિકમાં 20 વર્ષ બાદ રચાયો ઇતિહાસ, ભારતીય શૂટર મનુ ભાકર પહોંચી ફાઈનલમાં
શ્રીલંકા પ્રવાસથી ગંભીરનો કોચ તરીકેનો કાર્યકાળ શરૂ થશે
T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ 5 મેચની T20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ સાથે મુખ્ય કોચ તરીકે ગયા હતા. હવે ગૌતમ ગંભીર શ્રીલંકા પ્રવાસથી મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે. મુખ્ય કોચની સાથે ભારતીય T20 ટીમના કેપ્ટનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024 બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. રોહિત બાદ હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો. કારણ કે હાર્દિક T20 વર્લ્ડકપમાં ટીમનો વાઇસ કેપ્ટન હતો. જોકે, હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.