Get The App

ધોનીનો 'ફ્રેન્ડ' ગણાતો બેટર પણ કોહલીને નહોતો પસંદ, વર્લ્ડકપની કિટ-જર્સી મળી છતાં છેલ્લી ઘડીએ...

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
ધોનીનો 'ફ્રેન્ડ' ગણાતો બેટર પણ કોહલીને  નહોતો પસંદ, વર્લ્ડકપની કિટ-જર્સી મળી છતાં છેલ્લી ઘડીએ... 1 - image

Robin Uthappa on virat kohli : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા હાલમાં વિરાટ કોહલી પર નિશાન સાધી રહ્યો છે. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે, તેના (વિરાટ કોહલી) કારણે જ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની કારકિર્દી ખતમ થઇ ગઈ હતી અને હવે તેમણે અંબાતી રાયડુ માટે પણ કંઈક આવું જ કહ્યું છે. વર્ષ 2019 વર્લ્ડકપ પહેલા એવું નક્કી થયું હતું કે રાયડુ નંબર 4 પર રમશે, પરંતુ જ્યારે ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

અંબાતી રાયડુની જગ્યાએ વિજય શંકરને ત્રીજા ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આને લઈને રોબિન ઉથપ્પાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, કોહલીને રાયડુ પસંદ નહોતો, જેના કારણે તેને વર્ષ 2019ના વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. ત્યારે વર્લ્ડકપની જર્સી અને ક્રિકેટ કીટ તેના ઘરે પહોંચી ગઈ હતી.

શું કહ્યું રોબિન ઉથપ્પાએ?

રોબિન ઉથપ્પાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, 'જો તેને (વિરાટ કોહલી) કોઈ ખેલાડી  પસંદ ન હોય તો, તે ખેલાડીને ટીમમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. રાયડુ આનું સૌથી મોટું ઉદાહરણ છે. દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. હું સંમત છું પણ એકવાર કોઈ ખેલાડી તેના લક્ષ્ય સુધી પહોંચી જાય પછી તેના માટે દરવાજા બંધ કરી શકાતા નથી. તેના વર્લ્ડકપના કપડા, કીટ બેગ વગેરે રાયડુના ઘરે પહોંચી ગયું હતું. કોઈ ખેલાડી એવું વિચારી રહ્યો હશે કે તે વર્લ્ડકપ રમવાનો છે. પણ પછી તમે તેના માટે દરવાજા બંધ કરી દીધા. મને નથી લાગતું કે આ યોગ્ય હતું.' 

આ પણ વાંચો : એરપોર્ટ પર ક્રિકેટર અભિષેક શર્મા સાથે દુર્વ્યવહાર, ફ્લાઇટ પણ છૂટી ગઈ, જુઓ શું કહ્યું

રાયડુએ કર્યો ખુલાસો 

આશ્ચર્યની બાબત એ હતી કે જ્યારે શિખર ધવન ટુર્નામેન્ટ દરમિયાન ઘાયલ થયો હતો ત્યારે પણ રાયડુને રમવા બોલાવવામાં આવ્યો ન હતો. વિજય શંકર ઘાયલ થયા પછી પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન રાયડુએ સોશિયલ મીડિયા પર પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. બાદમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાયડુએ ખુલાસો કર્યો હતો કે, 'મારી અને ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ વચ્ચે તાલમેલ સારો નહોતો.' પ્રસાદ 2019 વર્લ્ડકપ દરમિયાન મુખ્ય પસંદગીકાર હતા.ધોનીનો 'ફ્રેન્ડ' ગણાતો બેટર પણ કોહલીને  નહોતો પસંદ, વર્લ્ડકપની કિટ-જર્સી મળી છતાં છેલ્લી ઘડીએ... 2 - image



Google NewsGoogle News