‘ગૌતમ ગંભીર મારો દોસ્ત નહોતો, અમે તો ઓપનિંગ માટે લડતા હતા’ ભારતના પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો ખુલાસો
Aakash Chopra On Gautam Gambhir : એક પોડકાસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પોતાના જુના દિવસોને યાદ કરતા ગૌતમ ગંભીર સાથેની તેમના અનુભવને શેર કર્યા હતા. જેમાં તેણે ગૌતમ ગંભીર સાથે તેમના સંબંધો, ગંભીરનો સ્વભાવ અને ક્રિકેટને લઈને ગંભીરનો અભિગમ જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં તેણે સૌથી ચોંકાવનારી વાત કહી હતી કે, ગૌતમ ગંભીર ક્યારેય મારો મિત્ર ન હોતો.
આજે ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો કોચ છે, જયારે આકાશ ચોપડા હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. પરંતુ આ બંને ભૂતપૂર્વ ખેલાડીઓની કારકિર્દીની શરૂઆત સાથે જ થઇ હતી. આકાશ અને ગંભીર બંને દિલ્લી ક્રિકેટથી શરૂઆત કરી હતી, અને બંને ટીમના ઓપનર હતા. આ જ સમાનતાઓ બંને વચ્ચેની દુશ્મનાવટ અને લડાઈનું મૂળ કારણ બની હતી. જેના વિષે આકાશ ચોપડાએ વિસ્તૃત વાત કરી હતી.
આકાશ ચોપડાએ જણાવ્યું હતું કે, 'જયારે મેં અને ગંભીરે રમવાનું શરુ કર્યું ત્યારે અમે બંને એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. જો હું ઈમાનદારીથી કહું તો ગંભીર કયારેય મારો મિત્ર હતો જ નહી અમે પ્રતિસ્પર્ધીઓ હતા, જે ભારતીય ક્રિકેટ ટીમમાં ઓપનરના પદને લઈને એકબીજા સાથે લડી રહ્યા હતા.'
આ પણ વાંચો : પાકિસ્તાનમાં છવાયો કોહલી, ચાહકોએ સ્ટેડિયમમાં લહેરાવી વિરાટની ‘જર્સી’
ગૌતમ ગંભીરના સ્વભાવ અને ક્રિકેટને લઈને તેમના ઝનુનને લઈને આકાશ ચોપડાએ તેના વખાણ કાર્ય હતા. તેમણે જણાવ્યું હતું કે, 'ગંભીર લડાયક અને મહેનતુ વ્યક્તિ છે. અને તે ક્રિકેટ પ્રત્યે ગંભીર રહેનારો વ્યક્તિ છે. તે દિલથી સારો અને સત્યવાદી વ્યક્તિ છે. ગંભીર જે સમૃદ્ધ પરિવારમાંથી આવતો હતો, તેને જોતા આશ્ચર્ય થયું હતું કે તે આટલી વધારે મહેનત કરી રહ્યો હતો. ગંભીર આખો દિવસ મેદાન પર જ પસાર કરતો હતો.'
બંને ક્રિકેટરોએ માંથી આકાશ ચોપડાએ ભારત માટે 10 ટેસ્ટ મેચ રમી હતી. જયારે ગૌતમ ગંભીર 58 ટેસ્ટ, 147 વનડે, 37 T20 સાથે ત્રણેય ફોર્મેટમાં રમ્યો હતો.