Get The App

ભારતીય ટીમના પૂર્વ કોચનો કેન્સરની સાથે આર્થિક મોરચે પણ સંઘર્ષ, પાટિલ-વેંગસરકરે BCCIને કરી અપીલ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Anshuman Gaekwad File Photo
Image : IANS

Anshuman Gaekwad: પૂર્વ ભારતીય ક્રિક્ટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ હાલમાં લંડનમાં છે. અને બ્લડ કેન્સરથી અત્યંત મોંઘીદાટ સારવારને પહોંચી વળવા માટે તેઓ આર્થિક મોરચે પણ સંઘર્ષ કરી રહ્યા છે. તેવો ખુલાસો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટિલે કર્યો છે. 

પૂર્વ ખેલાડીઓએ બોર્ડ સમક્ષ રજુઆત કરી 

અંશુમાન ગાયકવાડને બ્લડ કેન્સરની સારવારમાં આર્થિક મદદ મળી રહે તે માટે સંદીપ પાટિલ અને દિલીપ વેંગસરકર સહિતના કેટલાક પૂર્વ ખેલાડીઓએ બીસીસીઆઈ સમક્ષ રજુઆત કરી છે. પાટિલે એક મીડિયામાં તેમની કોલમમાં લખ્યું કે, 'હું થોડા સમય પહેલા જ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં ગાયકવાડને મળ્યો હતો. ત્યારે અંશુમાને ખુદ જ આ અંગે વાત કરી હતી.' પાટીલે આશા વ્યક્ત કરી કે, બીસીસીઆઇ અમારી રજુઆત તરફ ધ્યાન આપીને ગાયકવાડને બને તેટલી ઝડપી આર્થિક મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરશે.

ટેસ્ટમાં બે સદી ફટકારી છે

ભારતના એક જમાનાના સુપરસ્ટાર ક્રિકેટર અંશુમાન ગાયકવાડ 1975 થી લઈને 1987 દરમિયાન 40 ટેસ્ટ અને 15 વનડે રમ્યા હતા. તેઓએ 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા. અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15 વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ હતા. તેઓએ ભારતીય ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. તેઓ બરોડા તરફથી ઘરઆંગણાનું ક્રિકેટ રમ્યા હતા અને ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહ્યા હતા.

ભારતીય ટીમના પૂર્વ કોચનો કેન્સરની સાથે આર્થિક મોરચે પણ સંઘર્ષ, પાટિલ-વેંગસરકરે BCCIને કરી અપીલ 2 - image


Google NewsGoogle News